બુટલેગરોને વીણી – વીણીને ઉપાડી લેતી માળીયા પોલીસ : ત્રણ દરોડા

- text


દારૂના અલગ – અલગ ત્રણ દરોડામાં રૂ.8,13,700નો મુદ્દામાલ કબ્જે : એક બુટલેગર ફરાર

માળીયા : માળીયા મિયાણા પોલીસે બુટલેગરો ઉપર ત્રાટકી સપાટો બોલાવી દઈ અલગ – અલગ ત્રણ કેસમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થો તેમજ બે કાર મળી કુલ રૂપિયા 8,13,700નો મુદ્દામાલ કબ્જે કરી બે બુટલેગરોને ઝડપી લેતા બુટલેગર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

માળીયા મિયાણા પોલીસે દારૂના પ્રથમ દરોડામાં ખીરઇ ગામના પાટીયા પાસેથી સેવરોલેટ ક્રુઝ કાર નં- GJ-03-DG-1565 કિંમત રૂપિયા 4 લાખ વાળીમાં વિદેશી દારૂની દારૂની બોટલો નંગ-72 કિમત રૂપિયા 27 હજાર તથા બીયર ટીન નંગ-120 કિમત રૂપિયા 12 હજાર સાથે નીકળેલા ખીરઇ ગામના ઇસુબભાઇ અલ્લારખાભાઇ સંધવાણીને રૂપિયા 4,39,000ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.

- text

જ્યારે બીજા દરોડામાં ઘાટીલાથી વેજલપર જવાના રસ્તેથી પોલીસે બાતમીને આધારે સેવરોલેટ ટવેરા ગાડીમા વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા મોરબીના વિશિપરામાં રહેતા નિઝામ હૈદરભાઈ જેડાને 40,500ની કિંમતની મેકડોવેલ નંબર વન દારૂની 108 બોટલ,રૂ. 7200ની કિંમતના બિયર ટીન નંગ 72 તેમજ ટવેરા કાર કિંમત રૂપિયા ત્રણ લાખ મળી રૂ.3,47,700નો મૂળમાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત ત્રીજા દરોડામાં નાના દહીંસરા ગામે બાવળની જાળીમાં મેકડોવેલ નંબર વનની 72 બોટલ છુપાવનાર નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાનો રૂ.27 હજારનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો પરંતુ આરોપી નાસી જતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

- text