કચ્છના ખેડૂતોને કાલે ગુરુવારે જળસંચય માટે ઉદાહરણરૂપ ચાંચાપરની મુલાકાત કરાવશે જયસુખભાઇ પટેલ

- text


‘ગ્લોબલ કચ્છ’ અભિયાન અંતર્ગત ખેડૂતોને ભુગર્ભ જળની કાર્યદક્ષતામાં વધારો કરવા અંગે જરૂરી માર્ગદર્શન અપાશે

મોરબી : ખેડૂતોની સુખાકારી અને યોગ્ય જળસંગ્રહ માટે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ આવતીકાલ તા. 27-01-2022ને ગુરૂવારે બપોરે 12 કલાકે કચ્છના 150 ગામના પ્રતિનિધિ ખેડૂતોને “ચાંચાપર” ગામની મુલાકાત કરાવશે. તેમજ જરૂરી માર્ગદર્શન આપશે.

કહેવાય છે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે. જો પાણીને બચાવી અને યોગ્ય રીતે સંગ્રહ નહીં કરીએ તો આપણી આવનારી પેઢીઓએ પાણી માટે વલખા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી. ત્યારે કચ્છ જીલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતરાવવા માટેનું એક અભિયાન “ગ્લોબલ કચ્છ” દ્વારા ચાલુ કરવામાં આવેલ છે.

આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં કચ્છના અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના 150થી વધારે ગામડામાં પાણીના સંગ્રહ કરવાની ઝુંબેશ ચાલુ કરેલ છે. જે અભિયાનમાં 26 જાન્યુઆરીથી 30 મે દરમ્યાન વિવિધ કાર્યો થકી જળસંગ્રહના પ્રયાસો કરાશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમ બનાવવા, કુવા રીચાર્જ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં જે ગામ સાૈથી વધારે પાણી સંગ્રહ કરવા માટે સફળતાપૂર્વક કામ કરાશે. તેમને માટે પ્રથમ પ્રાઈઝ રૂ. 1 કરોડ, બીજુ પ્રાઈઝ રૂ. 50 લાખ અને ત્રીજુ પ્રાઈઝ રૂ. 25 લાખ રાખવામાં આવેલ છે.

- text

આજથી આશરે 15 વર્ષ પહેલા પાટીદાર ભામાશા ઓધવજીભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાના ચાંચાપર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચ થકી 6થી 7 ચેકડેમ અને ત્રણથી ચાર તળાવો તથા કુવા રીચાર્જ પર કામ થયેલ હતું. પરિણામ સ્વરૂપ ભૂગર્ભ તળ ઊંચા આવેલ છે. જળસંચયના સચોટ પ્રયાસ થકી ચાચાપર ગામના ખેડૂતોની ઉત્પાદકતા અને સુખાકારીમાં ખૂબ જ મોટો વધારો થયેલ છે.

આ જ રીતે કચ્છના દરેક ખેડૂતોની કાર્યદક્ષતામાં વધારો થાય તેવા ઉન્નત વિચારથી મોરબી સ્થિત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઇ પટેલ સંપૂર્ણ સ્વખર્ચ આપીને ‘ગ્લોબલ કચ્છ’ના અભિયાન સાથે જોડાયેલા છે. અભિયાન અંતર્ગત કચ્છના ત્રણ તાલુકાના આશરે 150 ગામના ખેડૂત પ્રતિનિધિઓને તારીખ 27-1-2022 ના રોજ ચાંચાપર ગામની પ્રત્યક્ષ વિઝીટ કરાવાશે. આ વિઝીટ દરમિયાન જયસુખભાઈ પટેલ તરફથી “જળ સંગ્રહ” તથા “ભુગર્ભ જળ”ની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતામાં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય, તેમની વિસ્તૃત ચર્ચા અને નોલેજ ખેડૂતો સાથે શેર કરાશે.

ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં અનેક સંસ્થાઓ જોડાયેલ છે. જેવા કે કા્ડા બોમ્બે, બ્રહમકુમારી, આર્ટ ઓફ લિવિંગ, કચ્છી સમાજ, કચ્છ મહાજન, રણ સરોવરના પ્રણેતા જયસુખભાઈ પટેલ (ઓરેવા ગ્રુપ) વગેરે. જેમનો મુખ્ય ઉદ્દેશ આ અભિયાન થકી સમગ્ર કચ્છ જીલ્લાને તબક્કાવાર ગ્રીન બેલ્ટ બનાવાનો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text