ટંકારાના સરાયા ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : 72 હજારની ચોરી

- text


રુદ્રાક્ષની સોનાની માળા, સોનાનો ચેન સહિતની માલમતા તસ્કરો ઉસેડી ગયા

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના 72 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા મીઠાલાલ પોપટભાઈ ઢેઢીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે ગત તા.16થી 17 દરમિયાન ઘરના બધા સભ્યો અમદાવાદળ ગયા હોય તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના રૂમના મેઇન દરવાજાનુ તાળુ તોડી રૂમમા રાખેલ કબાટમાથી સોનાની રૂદ્રાક્ષની માળા કિ. રૂ ૨૦૦૦૦, સોનાના નાકમા પહેરવાના દાણા નંગ ૦૨ જેની કિ ૧૦૦૦, સોનાનો ચેન પેંડલ સહિતનો આશરે દોઢેક તોલાના ચેન નંગ-૦૨, કિ.રૂ.૫૦૦૦૦ તથા ચાંદીના સાકળા કિ. રૂ.૧૦૦૦ મળી એમ કુલ રૂ. ૭૨૦૦૦ની ચોરી કરી ગયાનું જાહેર કર્યું છે.

- text

વધુમાં ટંકારા પોલીસે મીઠાલાલ પોપટભાઈ ઢેઢીની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text