મોરબી જિલ્લામાં આજે કોરોનાના 251 કેસ

- text


 

  • 5 તાલુકાના મથકોમાં 123 કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં 128 કેસ

  • મોરબી તાલુકામાં જિલ્લાના 74 ટકા કેસ : જિલ્લામાંથી 38 દર્દીઓ થયા રિકવર

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાના નવા 251 કેસ નોંધાયા છે. જો કે તેમાં એકલા મોરબી તાલુકાના જ 74 ટકા કેસ છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1625 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 251 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 38 લોકો સાજા પણ થયા છે. સંક્રમણના ફેલાવામાં ગ્રામ્ય વિસ્તારે શહેરોની સાઈડ કાપી છે. 5 તાલુકા મથકોમાં 123 કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 1386 થયો છે.

- text

21 જાન્યુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 83
મોરબી શહેર : 104
વાંકાનેર ગ્રામ્ય : 05
વાંકાનેર શહેર : 07
હળવદ ગ્રામ્ય : 07
હળવદ શહેર : 12
ટંકારા ગ્રામ્ય : 26
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 07
માળિયા શહેર : 00
કુલ : 251

21 જાન્યુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 24
વાંકાનેર તાલુકા : 05
હળવદ તાલુકા : 06
ટંકારા તાલુકા : 01
માળિયા તાલુકા : 02
કુલ ડિસ્ચાર્જ : 38

- text