મોરબીમાં બાળકોએ વિવેકાનંદજીના વિચારોના પાઠ ભણી સ્વામી વિવેકાનંદ જયંતિની સાર્થક ઉજવણી કરી

- text


મોરબી: મોરબીના વકીલની પુત્રીએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદ જયંતિ – રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી હતી.આ તકે મૃત્યુ બાદ આત્માનું શું થાય છે? આ વિષય પર દ્રષ્ટાંતો સાથે સ્વામી વિવેકાનંદના વિચારોના પાઠ બાળકોને ભણાવવામાં આવ્યા હતા.

‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નો જીવનમંત્ર આપનાર ભારતીયતા,વેદાંત અને યોગનું વિદેશની પ્રજાને દર્શન કરાવનાર અને સાચા ધર્મની ઓળખ અપાવનાર સ્વામી વિવેકાનંદનો જન્મ તા.12/1/1863ના રોજ થયો હતો.તેમનું સંસારી નામ નરેન્દ્ર હતું.તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય હતા.

ત્યારે તા.12મી જાન્યુઆરી તેમની જન્મ જયંતિ નિમિત્તે મોરબીની નવયુગ બી.એડ.કોલેજમાં અભ્યાસ કરતી અને રવાપર રોડના ગાયત્રીનગરમાં રહેતી ચેલ્સીબેન રાજપરાએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી હતી.આ તકે તેમણે નચિકેતાનો પ્રશ્ન ” મૃત્યુ બાદ આત્માનું શું થાય છે ?” આ વિષય પર સવાલોના જવાબ દ્રષ્ટાંતો સાથે બાળકો સમક્ષ મુકવામાં આવ્યા હતા.તથા રાજયોગ,કર્મયોગ,જ્ઞાનયોગ, ગુરુ,વર્તમાન ભારત જેવા ગ્રંથોના રચયિતા સ્વામી વિવેકાનંદના વિચારોના પાઠ શિવ રાજપરા,હેત રાણસરીયા,આયુષ જાકાસણીયા,અક્ષર ગામોટ,ક્રિષ્નવી માકાસણા,સ્વેની રંગપરીયા અને દર્શિતા બરાસરાને ભણાવવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text