હળવદના ચરાડવામાં ખેત શ્રમિકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

- text


હળવદ : હળવદના ચરડવા ગામે ખેતમજૂરી કરતા શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં હળવદના ચરાડવા ગામે મહેશભાઇ છગનભાઇ માકાસણાની વાડીમા રહી મજૂરીકામ કરતા શંકરભાઇ પીરૂભાઇ વાસકલ ઉ.વ.૨૨ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નિપજવા અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text