ચરાડવાના સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવ અને શાકોત્સવ યોજાયો

- text


સત્સંગી જીવન પંચદિનાત્મક કથા પારાયણનો હરિભક્તોએ લાભ લીધો

હળવદ : હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજનો વાર્ષિક પાટોત્સવ અને ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા. ૪ થી તા. ૮ સુધી યોજાયો હતો. જેમાં સત્સંગીજીવન પંચદિનાત્મક કથા પારાયણમાં ઘનશ્યામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટનો અભિષેક, ગાદીપટ્ટા અભિષેક, સમુહ મહાપુજા, રાજોપચાર પુજા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સાથે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પોથી યાત્રા, ઘનશ્યામ બાલ-બાલિકા મંચ, શ્રીહરિ પ્રાગટ્યોત્સવ અને પાટોત્સવ કાર્યક્રમ યોજાયા હતા.

અમદાવાદ સ્વામિનારાયણ મંદિર – કાળુપુરમાં બિરાજમાન નરનારાયણ દેવનો 200મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે. તેના ઉપલક્ષમાં ચરાડવામાં તા. ૪થી ૮ જાન્યુઆરી દરમિયાન ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. જેમાં તા. ૮ શનિવારના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલજી મહારાજના વરદ હસ્તે શાકોત્સવનમાં શાકનો વઘાર કરી શાકોતસવ મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં ચરાડવા સ્વામિનારાયણ મંદિરના મંહત નીલકંઠપ્રસાદદાસ સ્વામી, મહંત દિવ્યપ્રકાશદાસ સ્વામી, વલ્લભદાસ સ્વામી, બ્રહ્મભૂષણદાસ સ્વામી, ભરતભગત, તેમજ વિજ્ઞાનદાસ સ્વામીનુ શિષ્ય મંડળ તથા ચરાડવા સત્સંગ સમાજ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text