મોરબી જિલ્લામાં આજે રવિવારે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

- text


શહેર – જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 27 : આજે 301 સેમ્પલ લેવાયા

મોરબી : સમગ્ર દેશમાં કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપના હાહાકાર વચ્ચે આજે રવિવારે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કુલ 301 લોકોના ટેસ્ટ કરવામાં આવતા મોરબી શહેરના 2 અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં 1 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ મોરબી દ્વારા આજે કોરોના શંકાસ્પદ જણાતા કુલ 301 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં મોરબી શહેરમાંથી 2 અને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કેસ પોઝિટિવ આવતા દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.આ સાથે જ મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 27 થવા પામી છે.

- text

ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર રાજ્યમાં નવા 968 કેસ સામે આવ્યા છે જે પૈકી અમદાવાદ જિલ્લામાં જ 396 કેસ સામે આવ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં દૈનિક પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે લોકો સતર્ક રહેવાની સાથે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે અને માસ્ક પહેર્યા વગર બહાર નીકળવાનું ટાળશે તો જ મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવી શકાશે.

- text