ખનીજ ચોરોના પાપે દંપતિની નજર સામે માસૂમ બાળકીનું મોત

- text


હળવદના ઘનશ્યામગઢ નજીક રેતીચોરોના ટ્રક હડફેટે દંપતિ ચડ્યું

હળવદ : હળવદ તાલુકામાં રેતીચોરો માટે સ્વર્ગ સમાન ઘનશ્યામગઢ ગામ નજીક આજે પોતાના બેનના ઘરેથી પરત આવતા દંપતિ સહિતના બાળકોને રેતીચોર ડમ્પરે હડફેટે લેતા માતા – પિતાની નજર સામે જ માસૂમ બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચાડધ્રાં ગામે ચાલતી બેફામ રેતી ખનીજ ચોરી કરતા ડમ્પર ટ્રક બેકાબુ બનીને દોડી રહ્યા છે ત્યારે આવા જ એક ટ્રકે પોતાના બેનના ઘરેથી પરત ફરી રહેલા દંપતિના બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામના રમેશભાઈ ઠાકોર,શારદાબેન રમેશભાઈ,
વિશ્વાસભાઈ અને
જલ્પાબેનને ઇજાઓ પહોંચી હતી.

જ્યારે આ ગંભીર અકસ્માતમાં કીંજલબેન રમેશભાઈ ઠાકોર ઉ.7 નામની બાળકીનું માતાપિતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે કે આજે સવારે પણ આવો જ અન્ય એક અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે માત્ર અકસ્માતમાં સામાન્ય ઇજાઓ જ થઈ હતી. આ સંજોગોમાં હળવદ પોલીસ આવા માતેલા સાંઢ જેવા ટ્રક ચાલકો વિરુદ્ધ પગલાં ભરે તે જરૂરી હોવાનું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text