ગ્રામ પંચાયતના VCEને કાયમી કરી પગાર આપવાની માંગ

- text


ટૂંક સમયમાં માંગ પૂર્ણ ન કરાઈ તો કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ

માળીયા(મી) : ગ્રામ પંચાયતના VCE(Village Computer Entrepreneur)ને કાયમી કરી પગાર આપવા અને તેઓનું શોષણ બંધ કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. વિસીઈ કમિશન પર કામ કરે છે. આ પ્રથા બંધ કરી વીસીઇને કાયમી કરી સરકાર પગાર આપે તેવી માંગ કરવામાં આવી છે. આ માંગનો યોગ્ય નિર્ણય ન આવે તો કામગીરી પર રોક લગાવાની ચીમકી અપાઈ છે.

જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ રજૂઆતમાં VCE એસોસિએશનના પ્રમુખ વિડજા ભાવેશે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં વિસીઈ છેલ્લા 15 વર્ષથી કમિશન પર કામ કરે છે. આ કમિશન પ્રથા બંધ કરી વીસીઈને કાયમી કરી સરકાર પગાર આપે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉ અનેક વખત ગુજરાત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સંતોષકારક નિર્ણય આવેલ નથી. આગામી સમયમાં આ માંગ પુરી કરવામાં નહીં આવે તો કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text