ઘરેથી નાસી ગયેલ રાતાવીરડાના બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ

- text


મોરબી : ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા મોરબી જિલ્લાના રાતાવીરડા ગામમાં રહેતા ઘરેથી નાસી ગયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવી આપવામાં આવ્યું હતું.

ગત તારીખ – 27/12/2021 નાં રોજ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમને માહિતી મળી કે એક બાળક હળવદ પાસે ભટકે છે. ચાઇલ્ડ લાઇનની ટીમ તે બાળક પાસે જઈ તેને ઓફિસ ખાતે રાત્રિ આશ્રય આપવા અને પરિવારને શોધવા માટે લઇ આવેલ હતા. બાળકનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તે બાળક રાતાવીરડા ગામનું છે. ટીમે બાળકનાં વાલીનો સંપર્ક કરીને તેઓને મોરબી ચાઇલ્ડ લાઇન ઓફિસ ખાતે બોલાવવામાં આવેલ હતા. ત્યારબાદ ચાઈલ્ડ વેલફેર કમિટીમાં બાળકને રજુ કરી તેમના આદેશથી બાળકને તેના માતાને સોંપ્યું હતું.

આ સરાહનિય કામગીરી ચાઇલ્ડ લાઇન ટીમનાં કૉ-ઓર્ડીનેટર રાજુભાઈ ચાવડા, કાઉન્સીલર ટેશી થોમસ, ટીમ મેમ્બર કિરણબા વાઘેલા, પ્રવીણ ભારવાડિયા, નમિરા ખાન, ભાવેશ ચૌહાણ, ચાઇલ્ડ વેલ્ફર કમિટી મોરબી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીનાં સહ્યારા સંકલનથી કરવામાં આવેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text