હળવદના ચરાડવા નજીક થયેલ હત્યામાં મૃતકની ઓળખ મળી

- text


મૃતક આદિવાસી શ્રમિક હોવાનું ખુલ્યું : હળવદ પીએસઆઇ ફરિયાદી બન્યા

હળવદ : હળવદ તાલુકાના ચરાડવાથી સમલી જવાના રસ્તે કેનાલ કાંઠેથી અજાણ્યા યુવાનની ઘાતકી હત્યા કરી અર્ધ બળેલ મૃતદેહ મળવા પ્રકરણમાં મૃતક આદિવાસી શ્રમિક હોવાનું ખુલ્યું છે. હાલમાં હળવદ પીએસઆઇ ફરિયાદી બની આ રહસ્યમય ઘટનાની તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચરાડવાથી સમલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના નાલા પાસે મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં હળવદ પોલીસ અને એલસીબી મોરબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરતા માથાના ભાગે હથિયારના ઘા ઝીકી મૃતકની લાશને સળગાવવા પ્રયત્ન કરતા મૃતદેહ અડધો બળી ગયો હોવાનું પ્રાથમિક જણાતા આ વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરાયા હતા.

- text

દરમિયાન મૃતક વ્યક્તિ ચરાડવા પેટ્રોલપંપ પાછળ રહેતા કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે અને હાલમાં હળવદ પીએસઆઇ રાજેંન્દ્રદાન ભિખુદાન ટાપરીયા ફરિયાદી બની આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text