હવે 15થી 18 વર્ષનાને રસી અપાશે, ફ્રન્ટલાઇન વર્કર અને સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ અપાશે : મોદીની જાહેરાત

- text


 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓચિંતું રાષ્ટ્રજોગ સંબોધન : દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ અને ડીએનએ વેક્સિન પણ શરૂ કરવાનું એલાન, અફવાઓથી દૂર રહેવાની કરી અપીલ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે ઓચિંતું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેઓએ જાહેરાત કરી છે કે હવે 15થી 18 વર્ષના તરૂણોને રસી આપવામાં આવશે. આ સાથે ફ્રન્ટલાઇન વર્કર અને સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. ઉપરાંત દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ અને ડીએનએ વેક્સિન પણ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું. તેઓએ અફવાઓથી દૂર રહેવા દેશવાસીઓને અપીલ પણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જણાવ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી. લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. તેઓએ ઉમેર્યું કે વર્ષ 2022 હવે આવવાનું છે. તમે બધાં તેની સ્વાગતની તૈયારીમાં છો. પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સાવચેત રહેવાનો પણ સમય છે.

- text

આજે અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સંકટ વધ્યું છે. ભારતમાં પણ સંકટ વધ્યું છે. સાવધાની રાખો, સતર્ક રહો, પેનિક ન બનો. માસ્કનો ઉપયોગ કરો, થોડી થોડી વારે હાથ ધોતા રહો. હવે જ્યારે વાયરસ મ્યૂટેટ થઈ રહ્યો છે, તો આપણી ઈનોવેશનની ક્ષમતા પણ વધી છે. આજે આપણી પાસે 18 લાખ આઈસોલેશન બેડ છે. 1 લાખ 40 હજાર આઈસીયુ બેડ છે. 90 હજાર વિશેષ બેડ્સ બાળકો માટે છે. 3000થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યાં છે. 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દીધા છે. 141 કરોડ વેક્સિન ડોઝના મુશ્કેલ લક્ષ્યને ભારતે ક્રોસ કર્યું છે. વયસ્ક જનસંખ્યામાં ઓછામાં ઓછા 90 ટકાને વેક્સિનના એક ડોઝ આપવામાં આવ્યા છે. ભારતવાસી તે વાત પર ગર્વ કરશે કે આપણે તમામ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આ સિદ્ધિઓ મેળવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા કહ્યું કે 15 થી 18 વર્ષ સુધીના તરૂણોને 3 જાન્યુવારીથી રસીકરણ કરવામા આવશે. આ સાથે ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી ઉપરના લોકોને 10 જાન્યુવારીથી બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજો ડોઝ આપવામાં આવશે. દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ અને ડીએનએ વેક્સિન પણ શરૂ કરાશે. અંતમાં વડાપ્રધાને કહ્યું કે દેશમાં ભય પેદા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે લોકોએ અફવામાં ન આવવુ જોઈએ.

- text