રાજકોટ-જામનગર સહિત 8 મહાનગરોમાં રાહત ઘટાડાઇ : હવે રાત્રીના 11થી સવારે 5 સુધી કરફ્યુ

- text


 

મોરબી : રાજ્યમાં કોરોનાને પગલે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહાનગરોમાં નાઈટ કર્ફ્યુનો સમય રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરાયો છે.

- text

ગુજરાતના 8 મહાનગરોમાં 25 ડિસેમ્બર, શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

જ્યારે રેસ્ટોરન્ટ્સને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ અંગે ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.

- text