વાહનચોર ઝડપાયાના અણસારો વચ્ચે મોરબી – ટંકારામાં ચાર વાહન ચોરીની ફરિયાદ

- text


મોરબી સિવિલ કમ્પાઉન્ડમાંથી એક અને ટંકારાના નેકનામથી ત્રણ વાહન ચોરાયાની ફરિયાદ દાખલ

મોરબી : વાહનચોર ઝડપાયા બાદ જ ફરિયાદ નોંધવાના સિલસીલા વચ્ચે મોરબી શહેર અને ટંકારા તાલુકાના નેકનામ ગામેથી અલગ – અલગ ચાર વાહનો ચોરી થયાની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ વાહન ચોરોની ભેદ ઉકેલી નાખશે તેવા અણસારો મળી રહ્યા છે.

વાહન ચોરીના બનાવ અંગેની પ્રથમ ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે જેમાં મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલમાં મોરબી અવનીચોકડી નજીક ધ્રૃવ પેલેસ બ્લોકનં.૪૦૨માં રહેતા મગનભાઇ કેશવભાઇ કામરીયાએ ગત તા.10 ઓક્ટોબર એટલે કે બે મહિના પૂર્વે મોરબી સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાથી તેઓનું રૂપિયા 25 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

જ્યારે બાઈક ચોરી અંગેની બીજી ફરિયાદમાં ટંકારાના નેકનામ ગામે રહેતા છગનભાઇ દેવશીભાઇ ચાવડાએ ટંકારા પોલીસ મથકમાં કોઇ અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેમનું બજાજ કંપનીની પ્લેટીના કિંમત રૂપિયા 25 હજાર તેમજ કાન્તીભાઇ તરશીભાઇ ચાવડાનુ હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્રો કિમત રૂ.10000 ઉપરાંત વિનોદભાઇ ખેગારભાઇ ચાવડાનું હીરો હોન્ડા કિંમત રૂપિયા 8000 વાળું ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે. જેથી ટુક સમય મા જ વાહનચોર ઝડપાઇ જવાના અણસાર મળી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text