માળીયા મામલતદારનો સપાટો ! સસ્તા અનાજની દુકાનમા 27 દિવસમાં બીજી વખત ગેરરીતિ ઝડપી

- text


માળીયા ગ્રાહક સેવા ભંડારમાંથી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ

મોરબીના નબળા પુરવઠા અધિકારીના રાજમાં ધૂમ કાળાબજારી છતાં પગલાં લેવામાં નિરસતા

માળીયા : મોરબી જીલલા પુરવઠા અધિકારીની ઢીલી નીતિના પાપે ગરીબ રેશનકાર્ડ ધારકોના હિસ્સાનું અનાજ, કેરોસીન ચોખા બારોબાર વેચાઈ રહ્યા છે ત્યારે માળીયા મામલતદાર દ્વારા સપાટો બોલાવી 27 દિવસના સમયગાળામાં જ માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની દુકાનમાં દરોડો પાડી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી જિલ્લામાં પછાત ગણાતા માળીયા તાલુકામાં સસ્તા અનાજના વિક્રેતાઓ રેશનકાર્ડ ધારકોના હિસ્સાનું અનાજ બારોબાર વેચી મારતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે માળીયા મામલતદાર ડી.સી.પરમાર દ્વારા ઝુંબેશરૂપી કામગીરી કરી એક પણ ગરીબ રેશનકાર્ડ ધારક પોતાના હિસ્સાના અનાજથી વંચિત ન રહે તે માટે સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યા છે ત્યારે ગત તા.22 નબેમ્બરના રોજ માળીયા ગ્રાહક સેવા ભંડારમાં દરોડો પાડી 2.77 લાખનો જથ્થો સિઝ કર્યો હતો. છતાં પણ આ વ્યાજબી ભાવના પરવાનેદાર સુધરવાને બદલે ગેરરીતિ ચાલુ રાખતા આજે ફરી દરોડો પાડી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ કરી માળીયા તાલુકાના તમામ કાળાબજારી કરતા તત્વોને સુધરી જવા કડક સંદેશ આપ્યો છે.

- text

દરમિયાન આજે માળીયા માલમલતદાર ડી.સી.પરમાર અને જે.સી.પટેલ સહિતની ટીમે વ્યાપક લોક ફરિયાદને પગલે માળીયા ગ્રાહક સેવા ભંડારમાં તપાસણી શરૂ કરતા હિસાબી સાહિત્યથી વધુ જથ્થો મળી આવતા 455 કિલોગ્રામ ઘઉં, 2028 કીલોગ્રામ ચોખા, 138 લીટર તેલ, 877 કિલોગ્રામ તુવેરદાળ અને 228 લીટર
કેરોસીનનો જથ્થો સીઝ કરી પરવાનેદાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો છે.

વધુમાં મામલતદાર માળીયા દ્વારા તમામ રાશનકાર્ડ ધારકો દુકાનદાર પાસે બિલ માગવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી કોઈપણ વ્યાજબીભાવનો રેશનકાર્ડ ધારકોને પોતાના હિસ્સાનું અનાજ કેરોસીન ન આપે તો નિર્ભક બની ફરિયાદ કરવા આગળ આવવા પણ ભારપૂર્વક જણાવ્યું છે.

- text