મતદાન માટે કર્મચારીઓને રજા આપવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેક્ટરનો આદેશ

- text


 

મોરબી : ભારત સરકારના પર્સોનલ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમની માર્ગદર્શિકા મુજબ કેન્દ્ર સરકારની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મત આપી શકે તે હેતુસર મત આપવા માટેના સમય પુરતી રજા આપવા કચેરી તથા સંસ્થામાં મોડા આવવા અથવા વહેલા આવવા જણાવેલ છે. જે અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટર પી.જે. ભગદેવ દ્વારા હુકમ બહાર પાડવામાં આવેલ છે.

- text

જે હુકમમાં જણાવ્યા અનુસાર તારીખ ૧૯/૧૨/૨૦૨૧ના રોજ જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે તે પંચાયતના જે તે વિસ્તાર પૂરતી સ્થાનિક રજા જાહેર કરવામાં આવે છે. અને જે ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી. તેવા ગામોમાં અથવા શહેરી વિસ્તારમાં કામ કરતાં કેન્દ્ર/રાજ્ય સરકારની કચેરી/સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર/બોર્ડ/નિગમની કચેરીઓમા કામ કરતા કર્મચારીઓ/ કામદારોને તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે/મત આપી શકે તે હેતુસર તારીખ ૧૯/૧૨/૨૦૨૧ના રોજ કચેરી/સંસ્થામાં મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવાની રહેશે. જે નાગરીકો ઉકત વિસ્તારો સિવાય અન્યત્ર નોકરી કરતા હોય પરંતુ તેઓ સદરહું ચૂંટણી હેઠળના વિસ્તારોના મતદારો હોય તેઓને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે કાર્યવાહી કરવાની રહેશે.

- text