મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ

- text


કડકડતી ટાઢ વચ્ચે પણ મતદાન કરવા માટે મતદારોમાં અદમ્ય ઉત્સાહ, મતદાન શરૃ થતાની સાથે મતદારો ઉમટ્યા

મોરબી : મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે સવારથી નિર્ધારિત સમયે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 405 જેટલા મતદાન બુથો ઉપર પોલીસનો ચાંપતા બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થતા જ મતદારોનો ધીરેધીરે ઘસારો જોવા મળ્યો હતો અને વહેલી સવારની કડકડતી ટાઢ વચ્ચે પણ મતદાન કરવા માટે મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન કરવા માટે મતદારો ઉમટ્યા છે.

મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં 405 જેટલા મતદાન બુથો ઉપર 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ જોડાયો છે અને મતદાન શરૃ થતાંજ મતદારો મતદાન મથકે ઉમટી પડ્યા છે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. મતદાનની કામગીરી કરવા માટે જિલ્લાના 405 બુથ ઉપર જવા પોલિંગ સ્ટાફ ગઈકાલે સાંજે જ રવાના થયો હતો અને આજે સવારથી જ મતદાનની પ્રક્રિયામાં જોડાયો છે. આ ઉપરાંત 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત છે. આ સમગ્ર ચૂંટણી કામગીરી ડે. કલેકટર ઝાલા અને મામલતદાર જાડેજાની નિગરાની હેઠળ કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જંગમાં મોરબી જિલ્લાના 197 ગામોના સરપંચો માટે 504 ઉમેદવારો અને સભ્યો માટે 2210 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ રહ્યું છે.જેમાં સ્ત્રી પુરુષ મળી કુલ 3,49,237 અને સભ્યો માટે કુલ સ્ત્રી પુરુષ મળી 2,36,620 મતદારો મતદાન કરશે. કુલ 405 માંથી 100 સંવેદનશીલ મતદાન મથકોએ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text