હું ભૂલી ગયો નથી હો ! તને તો ઉપાડી લઈ પતાવી જ દેવો છે

- text


હળવદના વેપારીને કોંઢ ગામના શખ્સે ચાર મહિના બાદ ફોન કરી સરા ચોકડીએ આંતરી ધમકી આપતા ફરિયાદ

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ચારેક માસ પૂર્વે રૂપિયા 90 લાખની ખંડણી વસૂલવા ધમકી આપનાર ધ્રાંગધ્રાના કોંઢ ગામના શખ્સે હું ભૂલી ગયો નથી હો ! તને તો ઉપાડી લઈ પતાવી જ દેવો છે તેવી ટેલિફોનિક ધમકી આપ્યા બાદ સરા ચોકડીએ આંતરી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરી એકવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના રાયસંગપર ગામના વતની અને હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વ્યાપાર કરતા જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલાએ ગત તા.૧૩ના રોજ બપોરે ફોન કરી કહ્યું હતું કે હું તને ભુલ્યો નથી તને તો ઉપાડી જ લેવો છે. વધુમાં આ શખ્સે વેપારી જનકભાઈને સરા ચોકડી પાસે રોકી તને તો પતાવી જ દેવો છે તેવી ધમકી પણ આપતા જનકભાઈએ ફરી એક વાર આ શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં વેપારી જનકભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણને આરોપી જશપાલસિંહ ઝાલાએ તેમની માર્કેટિંગ યાર્ડની દુકાને આવી ખુલમખુલા ધમકી આપી રૂપિયા 90 લાખની ખંડણી માંગતા ગુન્હો દાખલ કરાયો હતો. જે સંદર્ભે પોલીસ ફરિયાદનો ખાર રાખી આ ઇસમે ફરી એક વખત ધમકી આપતા પોલીસે જનકભાઈની ફરિયાદને આધારે આરોપી જશપાલસિંહ વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨),૫૦૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text