ડે સ્પેશિઅલ : 1971માં ભારતે પાકિસ્તાનના સૈન્યને માત આપી અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવેલું!

- text


16 ડિસેમ્બર : આજે વિજય દિવસ

વર્ષ 1971માં આજના દિવસે ભારતે 13 દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના આશરે 90,000 સૈનિકોને બંદી બનાવ્યા હતા. પાકિસ્તાનના લેફ્ટ. જનરલ એ. કે. નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો.

આજે વિજય દિવસે ભારત સામે પાકિસ્તાન સૈન્ય ‘નતમસ્તક’ થઈ ઘૂંટણિયે પડ્યું અને નવા દેશનો થયો ઉદય. 16મી ડિસેમ્બરના દિવસને ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 16મી ડિસેમ્બર, 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધના પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાનની સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.

- text

માત્ર એટલું જ નહીં પરંતુ યુદ્ધનું એક પરિણામ એ પણ રહ્યું કે પાકિસ્તાનનો એક ભાગ જેને પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું. તે હંમેશા માટે અલગ થઈ ગયો અને દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ નામે એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text