ફોન કેમ કાપી નાખ્યો કહી ત્રણ યુવાનો ઉપર ચાર શખ્સોનો હુમલો

- text


ફોનમાં મશ્કરી દરમિયાન બેન સમી ગાળો આપ્યા બાદ વાવડી રોડ ઉપર ચાર શખ્સોએ હુમલો કરી બાઇકમાં તોડફોડ કરી

મોરબી : મોરબીમાં ફોનમાં વાતચીત દરમિયાન મિત્રએ બેન સમી ગાળો આપતા ફોન કાપી નાખનાર યુવાન સહિત ત્રણ યુવાનોને આંતરી ચાર શખ્સોએ વાવડી રોડ ઉપર છરીના ઘા ઝીકી બાઇકમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના જોન્સનગર, લાતી પ્લોટ શેરી નં.8માં રહેતા એઝાઝ નુરમોહમદ જામ ગઈકાલે પોતાના વાવડી રોડ ઉપર રહેતા મિત્ર બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે બાબુએ મશ્કરી કરી હતી અને બાદમાં ફોનમાં બેન સમી ગાળો આપતા એઝાઝે ફોન કાપી નાખ્યો હતો.

દરમિયાન એઝાઝ તેના અન્ય મિત્ર મોહીન અને હરેશ ગઢવી સાથે વાવડી રોડ ઉપરથી જતા હતા ત્યારે ફોન કાપી નાખવાના રોષમાં ત્રણેયને બોલાવ્યા હતા જ્યાં હાજર રહેલા ઇમરાન ઇકબાલ ઝેડા, બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી, મકબુલ મહેબુબ સંધી અને દશરથ દરબાર ઉર્ફે દશુભાએ ઝગડો કરી એઝાઝના મિત્ર મોહીન તથા હરેશ ગઢવીને છરીના ઘા ઝીકી એઝાઝના મોટર સાયકલમાં તોડફોડ કરી હતી.

આ ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે એઝાઝની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text