અલ્ટો કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા એકનું મોત

- text


માળીયા જામનગર રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ

માળીયા : માળીયા જામનગર રોડ ઉપર ગત તા.2 ના રોજ અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અકસ્માતના આ બનાવમાં દૂધનો વેપાર કરતા મોટી બરાર ગામના અનીલભાઇ ભાનુભાઇ ડાંગરે અલ્ટો કારના ચાલક
નીકુંજભાઇ દેવદાનભાઇ ડાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું છે કે ગત તા.2 ના રોજ સરવડથી મોટી બરાર વચ્ચે મોટી બરાર નજીક માળીયા જામનગર રોડ ઉપર નિકુંજ ડાંગરે પુર ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી આગળ પડેલ ટ્રકના ઠાઠામા ભટકાડી પોતાને ડાબી આંખ ઉપર ઇજા કરી તેમજ ભરતભાઇને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજા પહોચાડતા ભરતભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ મામલે માળીયા પોલીસે નિકુંજ ડાંગર વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) એમ.વી.એકટ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text