ઇન્ટર કૉલેજ યોગ સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજની ભાઈઓ-બહેનોની ટીમ ચેમ્પિયન

- text


વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગની સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજની ભાઈઓ અને બહેનોની ટીમ ચેમ્પિયન થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા કોટડા સાંગાણી મુકામે રાખેલ હતી. જેમાં દોશી કૉલેજની ભાઈઓ અને બહેનોની બંને ટીમ ચેમ્પિયન થઈ છે. આ માટે કેપ્ટન ડૉ. ચાવડા, ડૉ. લાવડીયા અને સર્વે ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય અને દોશી કૉલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ લેવલ પર છ ભાઈઓ અને છ બહેનોને રમવા મોકલે છે. જેમાંથી છએ છ ભાઈઓ દોશી કૉલેજના પસંદ થયેલ છે અને ચાર બહેનોની પસંદગી થયેલ છે. દોશી કૉલેજના કુલ બારમાંથી દશ વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર રમવા જશે, જે ગૌરવની બાબત છે .

ચેમ્પિયન થયેલા વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલે રમવા જવા માટે ભાઈઓમાં સરવૈયા રાહુલ વી., સરવૈયા રોહિત વી., શેખ અહેમદહુસેન એ., ધરોડિયા આશિષ પી., ડુમાણીયા ઘનશ્યામ જી. અને આંદોદરિયા ધ્રુવ જી. તેમજ બહેનોમાં બેડવા ભારતી એમ., શેખ જેનમ એમ., ચૌહાણ સોનલ ડી., ચાવડા મિતલ એમ.ની પસંદગી થઇ છે. તેમજ ઝાલા દિપ્તિબા એસ. અને મકવાણા મનીષા એમ.એ પણ ભાગ લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text