ટંકારાનું હડમતિયા ગામ સમરસ જાહેર

- text


હડમતીયા : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. આ ટર્મમાં અનેક ગામો સમરસ બની રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાનું વધુ એક ગામ સમરસ જાહેર થયું છે.

ટંકારા તાલુકાનું હડમતિયા ગામને સમરસ જાહેર કરવામાં આવ્યું છે. મુળ વતન હડમતિયાના ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયાએ જાહેર ગ્રામસભાનુ આયોજન કરી “સામાન્ય સ્ત્રી સીટ” પર તેના ઘર્મપત્ની સોનલબેન રાણસરીયાને સરપંચપદે પ્રમોટ કરતો પ્રસ્તાવ મુક્યો હતો. ગ્રામસભામાં એકપણ વિરોધ વિના આ પ્રસ્તાવને આવકાર્યો હતો અને હડમતિયા ગામ સરપંચ-ઉપસરપંચ, વોર્ડના તમામ સદસ્યો બિનહરીફ નિયુક્ત થતાં હડમતીયા ગ્રામ પંચાયત “સમરસ” જાહેર થઇ હતી. આ તકે પંકજભાઈ રાણસરીયાએ સૌનો આભાર માન્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text