દેવ સોલ્ટ કંપની દ્વારા જાજાસર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

- text


માળીયા (મી.) : દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા માળીયા (મી.) તાલુકાનાં છેવાડાના ગામ જાજાસરની પ્રાથમિક શાળામાં ધો. 1થી 8માં અભ્યાસ કરતાં 111 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન દેવ સોલ્ટને જાણ થઈ કે તેમની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત હોવાથી શૈક્ષણિક સામગ્રી ખરીદી શકે તેમ નથી. જેને ધ્યાનમાં લેતા તત્કાલ દેવ સોલ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિતરણમાં દેવ સોલ્ટ પ્રા. લી.ના અધિકારી વિવેક ધૃણા, જાજસર ગામના સરપંચ વિક્રમભાઈ સવસેટા, ઉપસરપંચ મનુભાઈ ગોગરા, ગામના આગેવાન કાનાભાઇ સવસેટા થતાં જાજાસર પ્રાથમિક શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ શૈક્ષણિક કીટના વિતરણ બદલ જાજાસર પ્રાથમિક શાળા અને જાજાસર ગ્રામ પંચાયત દ્વારા દેવ સોલ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text