મોરબી જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. મોરચા દ્વારા જન જાગરણ અને સદસ્યતા અભિયાનની મિટિંગ યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી. મોરચા દ્વારા જન જાગરણ અને સદસ્યતા અભિયાનની મિટિંગ યોજવામાં આવી હતી.

ગત તા. 19/11/2021 ના રોજ ગુજરાત પ્રદેશ ઓ.બી.સી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચનાથી મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા જન જાગરણ અને સદસ્યતા અભિયાનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, ડો. દિનેશભાઇ પરમાર મોરબી જિલ્લા પ્રભારી, કરણદેવસિંહ જાડેજા મોરબી જીલ્લા પ્રભારી, પ્રવીણભાઈ મયડ મોરબી જિલ્લા ઓ.બી.સી. પ્રભારી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓ.બી.સી. ઉપપ્રમુખ મુકેશ ગઢવી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓ.બી.સી. ઉપપ્રમુખ એલ.એમ. કંજારીયા, માળીયા શહેર પ્રમુખ કૉંગ્રેસ ઇકબાલભાઈ જેડા, મોરબી જિલ્લા કૉંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજુભાઇ જિલરીયા, મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી. મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી. ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા, મોરબી શહેર કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ લખુભા ગઢવી, હળવદ તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ જીલુભાઈ પરમાર, ટંકારા તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, માળિયા તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ પ્રભુભાઈ નાટડા, મોરબી તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ રાજુભાઇ ભરવાડ અને માળીયા શહેર કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ નાઝીરભાઈ જેડા ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text