નિલેશ જેતપરિયાની સેન્ડવીચ વેચવાથી લઈ વૈશ્વિક ઉદ્યોગપતિ બનવાની સફર

- text


નિલેશભાઈ એટલે સંઘર્ષનો પર્યાય, પ્રેરણાનું ઝરણું

ધોરણ ૧૨માં ફેઇલ થયા પછી નાસીપાસ થવાના બદલે ઇન્ટરનેશનલ વેપાર માટે અભ્યાસ કરીને ૫૦ થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરવાની સાથે ૫૦થી વધુ લોકોને એક્સપોર્ટર બનાવ્યા

મોરબી : મોરબી સિરામીક એસોસિએશનના પાવર એન્જીન એવા નિલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ છે. તેઓની કારકિર્દી અત્યંત સંઘર્ષમય રહી છે. જે અન્ય માટે પ્રેરણાના ઝરણા સમાન છે.ધોરણ 12માં ફેઈલ થયા પછી નાસી પાસ થવાને બદલે એક્સપોર્ટ વ્યાપારમાં ઝુકાવી આજે વિદેશમાં વટભેર વ્યાપાર કરવાની સાથે 50થી વધુ લોકોને એક્સપોર્ટમાં તજજ્ઞ બનાવવાનું ગૌરવ તેઓ લઈ રહયા છે.

મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝનો પર્યાય બની ચૂકેલા નિલેશભાઈ જેતપરિયા આજે લાલપરથી લેટીન અમેરીકાની સફળ સફર કરી રહયા છે.સેન્ડવીચ બનાવવાથી લઇને સિરામીક એસોસિએશનના પ્રમુખ તરીકેની સફરમાં તેમને અનેક ઉતાર ચડાવ જોયા છે. એક્સપોર્ટર બનવાના વિચારથી મોરબીને એક્સપોર્ટનુ વૈશ્વિક હબ બનાવવાની સફર ખૂબ જ સુપેરે સર કરી છે.

નિલેષ મહાદેવભાઇ જેતપરીયાનો જન્મ ૨૦/૧૧/૧૯૭૮ ને રવિવારે મોરબી તાલુકાના લાલપર ગામે થયેલ તેમના પિતા મહાદેવભાઇ ગંગારામભાઇ જેતપરીયા એક સામાન્ય કુટુંબમાથી હતા. તેમના પિતા મહેદાવભાઇ એક સમયે મોરબીમા ખ્યાતનામ પરશુરામ પોટરીઝમા કારીગર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ અરૂણોદય સ્પીનીંગ મીલ્સમા પણ કારીગર તરીકે કામ કરેલ અને તેમના કુટુંબે સાથે મળીને ભાગીદારીમા સહયોગ ટાઇલ્સના નામની નળીયાની ફેકટરી નાંખવાનો નિર્ણય ૧૯૮૨માં લીધો અને ત્યારે નિલેષભાઇના પિતાને નોકરી કરતા કરતા ઉધોગમા ધ્યાન આપવાનુ પણ શરૂ કર્યુ હતું.

નિલેષ જેતપરીયાએ ભણવામા પહેલેથી શોખ હોવાથી અને સાથો-સાથ નવુ કરવાની ધગશ તેમને વારસામા મળેલ હતી. ત્યારે તેમને પોતાનુ પ્રાથમિક શિક્ષણ લાલપર પ્રાથમિક શાળામાથી શરૂ કરી ધો.૩ અને ૪ બંને વર્ષ એક જ સાથે પાસ કરેલ અને ધો. ૮ થી તેમને હાઇસ્કુલ માટે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળમા અભ્યાસ કરી ધો.૮ અને ૯ પૂર્ણ કરેલ ત્યારબાદ ધો. ૧૦નુ શિક્ષણ તેમણે એન.જી.મહેતા હાઇસ્કુલ મોરબી ખાતે કરી ભણવાની સાથો સાથ તેમને કરીયાણાની દુકાને બેસવાનુ શરૂ કરેલ અને ઇલેક્ટ્રીક વાયરીંગ , આઇસકેન્ડી , સેન્ડવીચ , વેગેરે બનાવતા બનાવતા હતા.

નિલેશભાઈએ ધો.૧૧ -૧૨ ધી વી.સી .ટેકનીકલ હાઇસ્કુલમા અભ્યાસ કર્યો અને ધો.૧૨મા નાપાસ થતા વર્ષ ૧૯૯૬મા કરીયાણા અને એસટીડી પીસીઓના ધંધામા બેસવાનુ શરૂ કર્યુ . તેમના પિતા પણ નોકરી છોડીને નળીયા અને ત્યારબાદ ભાગીદારીમા વર્ષ ૧૯૯૪ સોનેક્સ સેનેટરીવેર્સના નામે સેનેટરીવેર્સ નુ ઉત્પાદન શરૂ કર્યુ હતુ .

કરીયાણાની દુકાને બેસતા બેસતા તેમના ફેકટરીમા આવતા દેશ વિદેશના વેપારીઓને મળતા તેને પણ વિદેશ વ્યાપાર મા રસ લાગ્યો અને તેના માટે કોમ્પયુટર શિખવુ જરૂરી લાગતા તેમને કરીયાણાની દુકાને બેસતા બેસતા ૧૯૯૭ મા કોમ્પયુટરનો અભ્યાસ એનઆઇઆઇટીમાથી કર્યો અને સાથોસાથ તેમને ક્વાલીટી મેનેજમેન્ટનો કોર્ષ પણ કરીને વેપાર કરવા માટેનો પાયો તૈયાર કર્યો અને ૧૯૯૯માં તેઓ નિતાબેન ધનજીભાઇ બોપલીયા સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

સીરામીક એકસપોર્ટમા સિરામીક ઉધોગમા સંભાવનાઓ રહેલી છે. તેવુ લાગતા તેમને ડીપ્લોમા ઇન એકસપોર્ટ મેનેજમેન્ટ કરવાનુ નકકી કર્યુ અને તેમને શની- રવિ મોરબીથી રાજકોટ બસમા અપડાઉન કરીને એક્સપોર્ટ માટે ડીપ્લોમા પુરૂ કર્યુ .૧૯૯૯માં તેમના પિતા અને તેમની ભાગીદારી કંપની સોનિકા સેનેટરીવેર્સમા બેસવાનુ શરૂ કર્યુ અને તેમને સિરામીક ઉધોગમા પોતે પ્રોડકશનથી શરૂઆત કરી ત્યારબાદ ડીસ્પેય , બીલીંગ, એક્સપોર્ટ બીલીંગ, અને રીસર્ચની અંદર રસ દાખવીને સેનેટરીવેર્સના સ્ટાનડર્ડનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યારબાદ ભાગીદારી જુદી થતા સોનેક્સ સિરામીકમા બેસવાનુ શરૂ કર્યુ અને ત્યા આવીને તેમને એક્સપોર્ટનો વેપાર શરૂ કર્યો અને ૨૦૦૧ના વર્ષમાં તેમને મોરેશીયસ , શ્રીલંકા , બાંગ્લાદેશ , બેહરીન વગેરે ગલ્ફના જુદા જુદા દેશોમા એક્સપોર્ટ કરવાનુ ચાલુ કર્યુ અને પોતાની પ્રોડકટમા આઇએસઓ ૯૦૦૦ અને આઇએસઆઇ કવાલીટી માર્ક લીધો અને ત્યારબાદ તેમને પોતાની કંપની સોનેક્સ સિરામીકમાં નેશનલ એવોર્ડ ફોર સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર 2002 મા ગુજરાત મા પ્રથમ નંબર અને નેશનલ એવોર્ડ ફોર આઉટ સ્ટેન્ડિંગ એસએસસાઇ ફોર એન્ટરપ્રિન્યોર – 2003 નો ભારતનો પ્રથમ નંબર નો એવોર્ડ અપાવીને પોતાની જાતને સાબિત કરી બતાવી હતી.

વર્ષ ૨૦૦૩મા ચાયના જઇને સીંગલપીસ ટોયલેટ જે ભારતમા બનાવવા શક્ય ના હતા તે ઇમ્પોર્ટ કરવા તેમજ ટેકનોલોજી ને જાણવા ચાયનામા એકસીબીસન ની મુલાકાત લીધી અને ત્યા ચાઉજાઉમા સેનેટરીવેર્સ ક્લસ્ટરની મુલાકાત લઇને ત્યાથી ઇમ્પોર્ટ કરવાનુ શરૂ કર્યુ અને તેમને ચાયનામા જઇને તે ટેકનોલોજી વિષે અભ્યાસ કરીને ત્યારબાદ ત્યાથી તેમના મોલ્ડ લાવીને ભારતમા સીંગલપીસ ટોયલેટનુ ઉત્પાદન શરૂ કરવા માટે ની પ્રથમ કંપની બની.

ત્યારબાદ તેમને સમયાંતરે ભાગીદારો સાથે જુદા થતા તેમને ૨૦૦૭ મા વોલટાઇલ્સનુ યુનિટ જે ૨૦૦૨ મા બનાવેલ તેમા બેસવાનુ શરૂ કર્યુ અને ત્યારબાદ ૨૦૦૮ મા સોનેક્સ ટાઇલ્સ પ્રા.લી. ના નામે ફલોરટાઇલ્સનુ યુનિટ શરૂ કર્યુ આ દરમ્યાન તેમને સિરામીકમા વપરાતુ રો મટીરીયલ્સ ઝીરકોનીયમના ઉત્પાદન માટે પણ ભાગીદારીમા સોનેક્સ ઝીરકોનના નામે કંપની શરૂ કરી અને સાથોસાથ પોતાના એક્સપોર્ટ ના અનુભવના આધારે તેમને વર્ષ ૨૦૦૭-૦૮ મા સ્ટોનેક્સ ઇન્ટરનેશલના નામે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વ્યાપાર શરૂ કર્યો જેમા ઇમ્પોર્ટમા જે પ્રોડક્ટ ભારતમા બનતી ન હતી તેવી સેનેટરીવેર્સ પ્રોડકટ નુ ઇમ્પોર્ટ શરૂ કર્યુ સાથેસાથ સિરામીકના કંપનીમા આવતા જુદા જુદા રો મટીરીયલ્સ અને મશીનરીને ચાયનાથી લાવીને સપ્લાય શરૂ કરી અને ભારતની ટાઇલ્સ અને સેનેટરીવેર્સને વિશ્વના માર્કેટમા પહોચાડવા માટે એકસપોર્ટ પણ શરૂ કર્યુ જેમા તેમને અમેરીકા, યુરોપ, ગલ્ફના દેશો, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, વગેરે દેશોનો પ્રવાસ કરીને આશરે ૪૦થી વધુ દેશોમા એકસપોર્ટ કરવાની શરૂઆત કરી.

- text

હંમેશા આત્મનિર્ભર રહેવાની માનસિકતાથી તેમને ભારતમા સેનેટરીવેર ઇમ્પોર્ટના કરવુ પડે તે માટે ચાયનાથી મોલ્ડ લાવીને અને તેમા જરૂરી બધી વસ્તુ સપ્લાય કરીને મોરબીના સેનેટેરીવેર્સ ના ફેકટરીના માલીકોને ભારતમા સીંગલપીસ ટોયલેટ બનાવવા પ્રેરણા આપીને તેનુ ઉત્પાદન શરૂ કરવા માટે ટેકનીકલ બધો જ સપોર્ટ કરીને ઉત્પાદન શરૂ કરાવ્યુ. અને ભારત ઇમ્પોર્ટ કરવાના બદલે સેનેટરીવેર્સનુ એક્સપોર્ટ શરૂ થયુ ખરેખર આત્મનિર્ભર ભારતની કલ્પના ત્યારે તેમને સાકાર કરેલ હોવાનું સ્પષ્ટ કર્યું.

આ ઉપરાંત ડબલચાર્જ ટાઇલ્સ તેમને ઇમ્પોર્ટ શરૂ કરી અને તેમની સાથોસાથ તેમને સિરામીકની ફેકટરી તેમજ નવા યુનિટોનુ પ્લાન કર્યુ અને ૨૦૧૬મા કેરા વિટ્રીફાઇડના નામે ડબલચાર્જ ટાઇલ્સ બનાવવાનુ શરૂ કર્યુ.

લોકોની સેવા કરવાની ભાવના અને અને ઉધોગના વિકાસ માટે તેમને મોરબી સિરામીક એશોસીએસનમા કમીટી મેમ્બર અને ત્યારબાદ વર્ષ ૨૦૧૪મા ફલોર ટાઇલ્સ એશોસીએસનમા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સ્વિકારી. તેમને કરેલ કાર્યોથી પ્રભાવિત થઇને મોરબી સિરામીક એશોસીએસનના વોલટાઇલ્સના પ્રમુખ તરીકે ૨૦૧૫મા બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામા આવી. જે ૨૦૧૮મા બીજી વખત બિનહરીફ અને ૨૦૨૦મા ત્રીજી વખત બિનહરીફ વોલટાઇલ્સના પ્રમુખ તરીકે બેસાડીને ભારતના સિરામીક ઉધોગ એશોસીએસનમા પહેલી વાર ત્રણ ટર્મ બિનહરીફ પ્રમુખ બનવાના યશભાગી બન્યા. વર્ષ ૨૦૧૬ મા ભારતના સિરામીક ઉધોગને વિશ્વપલક ઉપર મુકવા વાયબ્રન્ટ સિરામીક એકસપો – સમિટના પ્રમુખ તરીકે બેસીને તેમને સિરામીક ઉધોગને વિશ્વના પલક ઉપર મુક્યુ અને વિશ્વના ૫૦થી વધુ દેશોના ગ્રાહકો ને આ એકઝીબીસનની મુલાકાત લેવા માટે આમંત્રીત કરીને મોરબીને નવી દિશા આપી.

વર્ષ ૨૦૧૭મા ૫૫ દેશોમા મોરબીના આ ઉધોગને પહોચાડવા ફરીથી એકઝીબીસનનુ આયોજન કર્યુ અને આશરે ૧૦૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ ગ્રાહકોને આ એકઝીબીસનમા આમંત્રીત કરીને મોરબીને વૈશ્વિક બનાવવા માટ નવુ પ્લેટફોર્મ આપ્યુ .સાથો -સાથ વિશ્વના જુદા જુદા દેશોમા જઇને આમંત્રિત કરવા પ્રવાસો કર્યા. અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રૂબરૂ મળીને સિરામીક ઉધોગમા રહેલી સંભાવનાઓ અને તેમા કેન્દ્ર સરકારનો સહયોગ મળતા આ એકઝીબીસન ઐતહાસિક સફળ થયુ. અને વર્ષ ૨૦૧૬મા સિરામીકનુ એક્સપોર્ટ જે ૬૦૦૦ કરોડ હતુ તે ૨૦૧૯ -૨૦ મા ૧૨૦૦૦ કરોડને પાર કરી ગયુ.વર્ષ ૨૦૨૦મા ૧૫૦૦૦ કરોડે પણ પહોચી ગયુ .

સાથો- સાથ તેમને ભારત સરકારના જુદા જુદા વિભાગોમા પણ કામ કર્યુ .જેમા બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાનડર્ડમા પણ કમીટી મેમ્બર રહ્યા. અને વિશ્વના સ્ટાન્ડર્ડ આઇએસઓ પણ કમીટી મેમ્બર બન્યા અને ૨૦૧૮મા ચાઇના તેમજ ૨૦૨૦મા જર્મનીમા આ મીટીગો પણ ભાગ લઇને ભારતના સિરામીક ઉધોગનુ મહત્વ તેમજ તેમા ટેકનીકલ વિષયોમા પણ યોગદાન આપ્યુ.

આ રીતે જુદા જુદા ઔઘોગિક સંગઠન, સામાજીક સંગઠન અને ધાર્મિક સંગઠનો પણ પોતાની સેવા આપી જેની વિગતો નિચે મુજબ છે. જેમાં મોરબી સિરામીક એસોસિએશનમાં પ્રમુખ ઉપરાંત કેરા વિટ્રીફાઈડમાં ડિરેકટર, સોનેક્સ અને સોનેક્સ ઝીરકોનમાં ભાગીદાર, ઇન્ટર નેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનમાં એડવાઇઝર, કેમિકલ સીરામિક પ્રોડકક્ષનમાં વાઇસ ચેરમેન, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કમિટી, વેસ્ટર્ન રેલવે કમિટી મેમ્બર, ઇન્ડિયન એચિવર કમિટીમાં સલાહકાર, એક્ઝિમ સેલમાં સલાહકાર, ગ્લાસ એન્ડ સિરામીક કમીટીમાં મેમ્બર ઉપરાંત અનેક મહત્વપૂર્ણ જવાબદારી તેમને સુપેરે નિભાવી છે.

આવનાર સમયમા મોરબી વિશ્વનુ નંબર -૧ કલ્સટર બને તે માટે કટીબધ્ધ છે અને આજે તેમના જન્મદિવસે મિત્રો, શુભેચ્છકો અને સગા સ્નેહીજનો તરફથી આજના અવસરે ખૂબ ખૂબ શુભકાનનાઓ મળી રહી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text