ITIમાં ઓગસ્ટ પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો પર પાંચમા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા શરૂ

- text


મોરબી : ગુજરાત રાજ્ય, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેરની યાદી જણાવે છે કે આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશશત્ર ઓગસ્ટ – ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે તા-૧૦/૧૧/૨૦૨૧ ના રોજથી પાંચમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી..આઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ-૧૫/૧૧/૨૦૨૧ છે.જેથી પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ પરથી ભરી શકશે.અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી નીચે મુજબના જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે. જે

- text

ઉમેદવારોએ અગાઉ .ટી.આઇઆઇ.માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ! ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે નવીન અરજી ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.આઈ.ટી..આઈ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે નીચે મુજબના જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે.

(૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪)જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) (૬) આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) વધુ માહિતી માટે સંપર્ક કરો : Text Box: સિરામિક ઉદ્યોગને લગતા ટૂંકાગાળાના પ્રોફેસનલ કોર્ષ ઓક્ટો-૨૦૧૫થી શરુ કરેલ છે. જેનો સીલેબસ જીસીવીટી પાસે મંજુર કરાવેલ છે.

કોર્ષ ફી : રૂ. ૫૦૦૦/- પ્રવેશ લાયકાત : ધોરણ : ૮ પાસ
આજદીન સુધીમાં ૨૦૮ ઉમેદવારોએ તાલીમ પુર્ણ કરેલ છે. હાલ ૨૬ ઉમેદવારો તાલીમ લઇ રહેલ છે.
ફી પેટે રૂ. ૪૯૭૫૦૦/- અને લેબના ભાડા પેટે રૂ. ૩૦૦૦૦૦/- દ્વારા કુલ : ૭૯૭૫૦૦/- ની રેવન્યુ જનરેટ કરેલ છે.
લેબની તમામ મસીનરી ડોનેશનથી મળેલ છે.9601100638, 9712157417.8320169599 તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text