ગરબીના ફાળા પ્રશ્ને ધોકા, પાઇપ, તલવારથી હુમલો : સામસામી ફરિયાદ નોંધાઈ

- text


વાંકાનેરના કણકોટ ગામની ઘટનામાં બે પરિવારોમાં ઝઘડાના અલગ કારણો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે ગઈકાલે બે પરિવારો વચ્ચે ડખ્ખો સર્જાતા ધોકા, તલવાર, પાઇપ વડે ધીંગાણું ખેલાયું હતું જેમાં એક પરિવારે ગરબીના ફાળા પ્રશ્ને અને બીજા પરિવારે પોતાના મૂળ ગામમાં અવાર નવાર આવવા મામલે હુમલો કરાયાનું જણાવી સામસામી ફરિયાદ નોંધાવી હતી.

સામસામી ફરિયાદના આ બનાવમાં કણકોટ ગામે રહેતા મહાવીરસિંહ અભેસિંહ ઝાલાએ નવરાત્રીમાં ગરબીના આયોજનમાં આરોપી પક્ષ દ્વારા બાકીમાં ફાળો લખવા જણાવતા ના પાડી હોવાનો ખાર રાખી (૧)વિજયસિંહ ઉર્ફે વિજુભા જેઠુભા ઝાલા રે.રાજકોટ (ર)બળવંતસિંહ જેઠુભા ઝાલા રે.કણકોટ (૩)છત્રસિંહ જેઠુભા ઝાલા રે.રાજકોટ (૪) મજબુતસિંહ બળવંતસિંહ ઝાલા રે.રાજકોટ (૫) કુલદિપસિંહ છત્રસિંહ ઝાલા રે. રાજકોટ અને (૬) ધ્રૃવરાજસિંહ વિજયસિંહ ઝાલા રે. રાજકોટ વાળાએ એક સંપ કરી ધોકા પાઇપ ધારીયુ તલવાર જેવા હથીયાર વડે હુમલો કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

જ્યારે સામેપક્ષે છત્રસિંહ જેઠુભા ઝાલા રહે.રાજકોટ વાળાએ
(૧)રાજેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા (ર) મહાવીરસિંહ ઉર્ફે ધીંગુભા અભેસિંહ ઝાલા (૩) રૂતુરાજસિંહ પદ્યુમનસિંહ ઝાલા (૪) મુળરાજસિંહ રમુભા ઝાલા (પ) અભેસિંહ જીવુભા ઝાલા અને (૬) મહેન્દ્રસિંહ જીવુભા ઝાલા રહે.બધા કણકોટ વાળા વિરુદ્ધ તેઓ પોતાના મૂળ ગામ કણકોટ આવતા હોય તે આરોપીઓને સારું નહિ લાગતા ગાળો આપી પાવડાના હાથા, કુહાડા વડે હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ ૩૨૬,૩૨પ,૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text