રોઝડું આડુ ઉતરતા ટેન્કરની પલટી : ડ્રાઇવરનું મોત

- text


વાંકાનેર ચોટીલા હાઇવે ઉપરની ઘટનામાં ક્લીનર ઇજાગ્રસ્ત

વાંકાનેર : વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર અચાનક નીલગાય રોઝડું આડુ ઉતરતા તેને બચાવવા જતા ટેન્કર પલટી ગયું હતું અને આ અકસ્માતમાં ટેન્કર ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ક્લીનરને ઇજાઓ પહોંચી હતી.

ગઈકાલે વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર હોટલ તિરથ નજીક ટેન્કર આડે અચાનક રોઝડું ઉતરતા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ગયું હતું. આ અકસ્માતમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકવાડા ગામે રહેતા ટેન્કર ચાલક દેવાભાઇ નગાભાઇ કાછડનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ટેન્કરના કલીનર અજાભાઇ ગોવિંદભાઇ કાછડ, ઉ.વ.૨૭, રહે. ધોકવાડાની ફરિયાદના આધારે ટેન્કર નંબર જી.જે-૧૨બીવી ૭૧૦૮ના ચાલક વિરુદ્ધ પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪-અ, ૩૩૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text