ટેન્કર સાથે ડમ્પર અથડાતા ટેન્કરમાં આગ ભભૂકી

- text


વાંકાનેર – મોરબી હાઇવે ઉપરની ઘટનામાં ડમ્પર ચાલક નાસી છૂટ્યો

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર રોંગ સાઈડમાં પુરઝડપે આવેલા ડમ્પર ચાલકે ટેન્કર સાથે અકસ્માત સર્જતાં આગ લાગી હતી. જો કે, અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક રોંગ સાઈડમાં પુરઝડપે ધસી આવેલા જી.જી-૧૨-બી.એકસ ૯૫૪૪ નંબરના ડમ્પર ચાલકે ટેન્કર નંબર જી.જી-૧૨-બી.ડબલ્યુ ૭૭૯૧ સાથે ભટકાડતા ટેન્કરના આગ લાગી હતી.

- text

અકસ્માતના આ બનાવ અંગે કચ્છના અંતરજાળ ગામે રહેતા ટ્રાન્સપોર્ટર રોહીતભાઇ ધનજીભાઇ આગરીયાએ અકસ્માત સર્જી ડમ્પર રેઢું મૂકી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી.કલમ-૨૭૯ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૧૯,૧૩૪ મુજબ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text