મોરબી જિલ્લાની 169 શાળાઓમાં 10થી12 નવેમ્બર નેશનલ એચિવમેન્ટ સર્વે

- text


ધોરણ 3, 5, 8 અને ધોરણ 10ના બાળકોનો કરાશે સર્વે

મોરબી : કોરોના મહામારી બાદ હજુ પ્રાથમિક શિક્ષણ શરૂ કરાયું નથી પરંતુ સમગ્ર દેશમાં આગામી તા.12ના રોજ હાથ ધરવામાં આવનાર નેશનલ એચિવમેન્ટ સર્વે એટલે કે NAS- 2021 અંતર્ગત મોરબી જિલ્લાના ધોરણ 3, 5, 8 અને 10 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ સર્વે અંતર્ગત પસંદગીની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ મળી કુલ 169 શાળાઓ આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રાખવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાસ સૂચના અપાઈ છે.

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન (MOE), નવી દિલ્હી, તથા CBSE, નવી દિલ્હી અને NCERT, નવી દિલ્હીના સંકલનમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન (GCERT),ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં નેશનલ એચિવમેન્ટ સર્વે NAS – ૨૦૨૧ હાથ ધરવાનું આયોજન થયેલ છે. NAS – ૨૦૨૧ સર્વે સમગ્ર દેશમાં એક જ સાથે તારીખ ૧૨ નવેમ્બરના રોજ ધોરણ ૩,૫,૮, અને ૧૦ માં થનાર હોય રાજ્ય કક્ષાએ આ કામગીરી માટે સચિવ શિક્ષણ વિભાગ, ગાંધીનગરની અનુમતિ અન્વયે NAS – ૨૦૨૧ના અમલીકરણ માટે વેકેશન દરમિયાન તા.૧૦ થી ૧૨ નવેમ્બર – ૨૦૨૧ ત્રણ દિવસ માટે ખાસ – કિસ્સામાં શાળાઓ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

- text

વધુમાં આ શાળાઓનું દ્વિતીય સત્ર તા.૨૨ નવેમ્બરના બદલે ૨૬ નવેમ્બરથી શરુ કરી શકાશે જેની જાણ સબંધિત શાળાઓને કરવામાં આવેલ છે. આ સર્વના સેમ્પલમાં મોરબી જિલ્લાની 80 સરકારી, 26 ગ્રાન્ટેડ અને 63 ખાનગી શાળાના કુલ 5075 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા છે.

સર્વે માટે પસંદ થયેલ શાળાઓમાં આ સર્વે સારી રીતે અને તટસ્થ રીતે હાથ ધરી શકાય તે માટે સર્વેમાં જે શાળાઓ પસંદગી પામેલ છે તે શાળાઓએ તા.૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન (ત્રણ) દિવસ માટે ધોરણ ૩,૫,૮, અને ૧૦ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને શાળાએ હાજર રહેવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી દ્વારા સૂચના આપવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text