વાંકાનેર યાર્ડ નજીક ટ્રક ચાલકને બોલેરો ગાડી ન દેખાણી ! ઠોકર મારતા ત્રણ ઇજાગ્રસ્ત

- text


બોલેરોને ઠાઠામાં ઠોકર મારતા બોલેરો પલટી ગઈ : અકસ્માત સર્જી ટ્રક ચાલક ગાયબ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક આગળ જતી બોલેરો ગાડી ટ્રક ટ્રેલર ચાલકને ન દેખાય હોય તેમ ઠાઠામાં ઠોકર મારતા બોલેરો પલટી મારી ગઈ હતી અને બોલેરોમાં બેઠેલા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જો કે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી નાસી ગયો હતો પરંતુ પોલીસે તુરત જ આરોપી ટ્રક ચાલકને અટકાયતમાં લીધો હતો.

- text

વાંકાનેર સિટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેરના ગારીડા ગામના અને હાલ ચોટીલાના ડોસલીઘુના ગામે ખેતીકામ કરતા ભોજાભાઈ અરજણભાઈ ધાડવી બોલેરો ગાડીમાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રક ટ્રેઈલર નંબર CG-04-HS-3555ના ચાલકે પાછળથી બોલેરોને ઠોકર મારતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા મોહનભાઈ કુકાભાઈ ધાડવી તેમજ ગારીડા ગામના બોલેરો ચાલક મેઘજીભાઈ કુંવરાભાઈ ધોરીયાને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી પોબરા ભણી ગયો હતો.

આ અકસ્માતની ઘટના અંગે ભોજાભાઈ અરજણભાઈ ધાડવીએ બિહારના માલચક ગામના ટ્રક ચાલક અમરજીતભાઈ બિછુઆભાઈ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી આરોપી ટ્રક ચાલકને ગણતરીની કલાકોમાં જ અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text