આરીફ મીરના થોકબંધ હથિયાર સાથે ટંકારાનો શખ્સ ઝડપાયો

- text


બે પીસ્ટલ, 80 જીવતા કાર્ટીઝ, ત્રણ મેગજીન તથા હથીયાર ઉપર લગાવવાનુ ટેલીસ્કોપીક સાધન કબ્જે કરતી ટંકારા પોલીસ

ટંકારા : મોરબીના મમુદાઢી હત્યા કેસમાં સંડોવાયેલ કુખ્યાત આરીફ મીર ટાંકારાના શખ્સને હથિયાર સાચવવા આપી ગયો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આ શખ્સના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે હથિયાર, કારતુસ, મેગેઝીન અને હથિયાર ઉપર ફિટ કરવાનું આધુનિક ટેલિસ્કોપ મળી આવતા ચોકી ઉઠેલ પોલીસે આરીફ મીર સહિત ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી હથિયારનો ખજાનો કબ્જે લીધો છે.

ટંકારા પોલીસે ગઈકાલે ક્રુઝર ચાલક સાથે માથાભારે ઇસમે કરેલી માથાકૂટ બાદ બાતમીને આધારે સરકારી હોસ્પીટલ સામે રહેતા આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણીના રહેણાક મકાને દરોડો પાડતા આરોપીના રહેણાક મકાન માથી ગેરકાયદેસર હથીયાર પીસ્ટલ નંગ-2 કી.રૂ.20,000, અલગ અલગ જીવતા કાર્ટીઝ નંગ-80 કી.રૂ-8,000 તથા હથીયાર ઉપર લગાવવાનુ ટેલીસ્કોપ કી.રૂ-2,000 ઉપરાંત ખાલી મેગજીન નંગ-3 મળી કુલ રૂ.30 હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડેલ હતો.

- text

વધુમાં આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેર કાયદેસર હથીયાર તથા કાર્ટીઝ મોરબીના ચકચારી મર્ડર કેસ મહમદ હનીફ ઉર્ફે મમુદાઢીના હત્યામા સંડોવાયેલ મોરબીના કુખ્યાત આરીફ ગુલમામદભાઇ મીર તથા એક અજાણ્યો ઇસમ આપી ગયેલ હોવાનુ પોલીસ સમક્ષ કબુલતા
પોલીસે આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણી, આરીફ ગુલમામદભાઇ મીર અને આરીફ મીર સાથે આવેલ એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ આર્મ્સ એકટની કલમ 25(1-બી)એ, 29, તથા જી.પી.એકટ કલમ-135, મુજબનો ગુન્હો રજી.કરેલ છે.

આ સફળ કામગીરી પીએસઆઇ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. વિજયભાઇ નાગજીભાઇ, પો.કોન્સ. વિજયભાઇ પરબતભાઇ, હિતેશભાઇ વશરામભાઇ, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, સિધરાજસિંહ અનીરૂદ્ધસિંહ અને કૌશીકભાઇ રતીલાલભાઇ સહિતના પોલીસ સ્ટાફે કરેલ હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text