ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે મકનસર અને મહેન્દ્રનગરમાં હોસ્ટેલ બનાવાશે

- text


મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ યોજનામાં મોરબીનો સમાવેશ : મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ
મોરબી સિરામીક એસો.ના વિવિધ હોદ્દેદારો સાથે મળી તંત્રએ બે સ્થળોએ જમીન પસંદગી કરીને હોસ્ટેલ નિર્માણ કરવાની તૈયારી શરૂ કરી

મોરબી : ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે ભાડેથી રહેવા તથા જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે. મસીહા યોજનાથી શ્રમજીવીઓને ઔદ્યોગિક વસાહત ખાતે જ રહેવા તથા જમવાની વ્યવસ્થા થતાં જવા-આવવાના સમય તથા ભાડા ખર્ચમાં બચત, શિફ્ટમાં કામ દરમિયાન ભોજન મેળવવાની સરળતા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેથી શ્રમયોગીઓના માસિક ખર્ચમાં અંદાજે ૫૦ ટકા સુધીનો ઘટાડો થશે.

આ યોજનાની મોરબી જિલ્લામાં સુચારુ રીતે અમલવારી થાય તે અંગે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડ ખાતે મોરબીના ધારાસભ્ય અને મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં PPP પાર્ટનરને ૩૦ વર્ષ માટે ટોકન દરે જમીનની ફાળવણી, બાંધકામ કિંમતના ૩૦ ટકા સબસીડી, રહેણાંક દરે વિજળીની સુવિધા આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી મોરબી જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં મસીહા યોજના અંતર્ગતની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બેઠકમાં મોરબી સિરામીક એસોસીએશનના વિવિધ હોદ્દેદારો સાથે આગામી સમયમાં મકનસર અને મહેન્દ્રનગર વિસ્તારોમાં જમીન પસંદગી કરીને મસીહા યોજના અંતર્ગત હોસ્ટેલ શરૂ કરવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરથી એચ.ડી. રાહુલ વેલફેર કમીશનર, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઉપસ્થિત રહી બેઠકમાં હાજર રહેલ વિવિધ એસોસિએશનના હોદ્દેદારોને યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી. અને મોરબીમાં યોજના શરૂ કરવા અંગે વિવિધ મુદ્દે વિસદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

- text

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શ્રમઆયુક્ત ડી.જે. મહેતા, સરકારી શ્રમ અધિકારી મેહુલ હિરાણી, સરકારી શ્રમ અધિકારી ડૉ. ડી.આર. કાનાણી, ડેપ્યુટી ડાયરેક્ટર દ્વિવેદી, આસીસટન્ટ ડાયરેક્ટર આર.એચ. સોલંકી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર હર્ષલભાઇ ચોટલીયા, રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, સીરામિક એસોસીએશનના વિવિધ હોદ્દેદારો, આઇટીઆઇના પ્રિન્સીપાલ પરમાર સહિત સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text