મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન દ્વારા ‘રાસોત્સવ’ યોજાયો

- text


તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી

મોરબી : મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન આયોજિત રાસોત્સવમાં તબીબોએ પરિજનો સાથે રાસની રમઝટ બોલાવી હતી.

ઇન્ડીયન મેડીકલ એસોસીયેશન-મોરબી બ્રાન્ચ દ્વારા ગ્રીનવેલી સ્કુલ ખાતે ગત શનિવારે રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના ઉત્સાહભર્યા રાસ-ગરબા બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટરોએ તેના પરિવારજનોએ સાથે ઉમંગભેર ભાગ લીધો હતો. અને રાસ-ગરબાની જમાવટ કરી અલ્પાહારનો લાભ લીધો હતો. હમેંશા ડોક્ટરના સફેદ ડ્રેસકોડના જોવા મળતા તબીબોએ પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઇ રાસોત્સવની મોજ માણી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text