કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ટંકારાના પાંચ ગામોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા

- text


ટંકારા : કાનૂની સેવા સતા મંડળ દ્વારા ટંકારાના 5 ગામોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એસ. એન. પૂંજાણીના માર્ગદર્શન હેઠળ ગઇકાલના રોજ ટંકારા તાલુકાના ટંકારા, સરાયા, હિરાપર, કલ્યાણપર, સાવડી ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિતે કોમન સીટીઝન કેમ્પેનીગની ઉજવણી કરી હતી. જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ (એડવોકેટ) મુકેશ વી. બારૈયા, અમિત પી. જાની (એડવોકેટ), બસિરભાઈ એ. દરેશ તથા નવાઝ એચ. માડકીયા તેમજ ગામજનોએ પણ ભાગ લીધો હતો અને તે કાનૂની માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text