રામપરા અભ્યારણમાં વન કર્મી ઉપર હુમલો કરનારાઓને ધોળે દિવસે તારા દેખાશે

- text


વનવિભાગ દ્વારા જેલહવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ ટ્રાયલ ચલાવવા કાર્યવાહી

મોરબી : વાંકાનેર નજીક આવેલ રામપરા અભ્યારણમાં થોડા સમય પહેલા ગેરકાયદે ઘૂસીને ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ બાદ ત્રણેય આરોપીઓને પકડીને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આથી વનવિભાગ દ્વારા જેલહવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ ટ્રાયલ ચલાવવા કાર્યવાહી હાથ ધરાતા હવે હુમલાખોરોને ધોળા દિવસે તારા દેખાઈ જશે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નજીક આવેલ રામપરા અભ્યારણમાં ગત તા.4 ના રોજ વિભા નવઘણ, જાલા સિંધા, ઘેલા ખેંગાર નામના ત્રણ શખ્સો ગેરકાયદે ઘૂસીને વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. આથી વનકર્મીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમની વિવિધ કલમો.હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ ત્રણેય આરોપીઓ મોરબી સબ જેલ હવાલે છે. આથી વન વિભાગ દ્વારા આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ ગુન્હાની તપાસમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા મોરબીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ઓફિસર પી.પી.નરોડીયા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text