મોરબીના મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મીઓની વિવિધ માંગણીઓ અંગે પુરવઠા અધિકારીને આવેદન

- text


કોરોના સંક્રમણથી 11 માસના કરાર આધારીત કર્મીઓના પરિવારોને રૂ. 25 લાખની સહાય ચૂકવવા અપીલ

મોરબી : મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મીઓની વિવિધ માંગણીઓ બાબતે મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી સંઘ મોરબી જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પુરવઠા અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આ લેખિત રજૂઆતમાં સન 1984થી ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક, રસોઈયા અને મદદનીશોની શ્રમ કાયદા મુજબના લાભો ઉપલબ્ધ કરાવવા માંગણીઓ કરવામાં આવી છે.

જેમાં ‘શિડયુલ’ વર્કરો ગણીને એ મુજબ મળવાપાત્ર લાભો આપવા તેમજ શ્રમ કાયદા મુજબ અસંગઠીત વર્કરોમાં નોંધાયેલા સંચાલક, રસોઈયા અને મદદનીશો રોજીંદા 5થી 7 કલાક કામ કરે છે. તેમનું શ્રમ કાયદા મુજબ રૂ. 284 દૈનિક વેતન અને નિશ્ચિત બોનસ નિયમોનુસાર સુનિશ્ચિત કરવાની માંગણી કરાઇ છે.

વધુમાં, સામાન્ય વહિવટ વિભાગના 256 નિયમ મુજબ જાહેરાત આપીને ભરતી, ઈન્ટરવ્યુ લઈને નિમણુંક આપવી. આ યોજનાના મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રના સંચાલકોને કાયમી કર્મચારી સમકક્ષ લાભો આપવા તેમજ આ યોજનામાં કામ કરતા અને અસંગઠીત ક્ષેત્રના વર્કરો તરીકે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયમાં નોંધાયેલ મધ્યાહ્ન ભોજન યોજનાના કામદારોને લઘુતમ વેતન સુનિશ્ચિત કરી આપવા માંગણી કરાઇ છે.

- text

આ ઉપરાંત, કોરોના કાળ દરમ્યાન સરકારી હુકમો મુજબ કોવીડ-19 અંતર્ગત વિવિધ કામગીરી બજાવતા સંચાલકો કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામેલ છે. સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ મુજબ 11 માસના કરાર આધારીત મધ્યાહ્ન ભોજન યોજના કર્મીઓના પરિવારોને રૂ. 25 લાખની સહાય તાકીદે ચુકવવાની માંગણી કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text