MCX ડેઈલી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.172 અને ચાંદીમાં રૂ. 833ની નરમાઈ

- text


ક્રૂડ તેલમાં રૂ.2નો મામૂલી ઘટાડો : કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારો : રબરમાં રૂ.301 ઘટ્યા
બુલડેક્સ ફ્યુચર્સમાં 87 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 85 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,036 સોદાઓમાં કુલ રૂ.11,080.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.172 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.833 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલ નરમ હતા, જ્યારે એલ્યુમિનિયમ, જસત અને સીસું વધ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.2નો મામૂલી ઘટાડો થયો હતો. નેચરલ ગેસ પણ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને રબરમાં સુધારા સામે રબરના વાયદામાં 100 કિલોદીઠ રૂ.301 ઘટી આવ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 87 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 85 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 60,860 સોદાઓમાં કુલ રૂ.3,498.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,435 અને નીચામાં રૂ.47,221 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 ઘટી રૂ.47,253ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.63 ઘટી રૂ.38,047 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.4,726ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,469ના ભાવે ખૂલી, રૂ.151 ઘટી રૂ.47,299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,220 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,235 અને નીચામાં રૂ.64,374 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.833 ઘટી રૂ.64,459 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.743 ઘટી રૂ.64,717 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.756 ઘટી રૂ.64,712 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 11,921 સોદાઓમાં રૂ.2,107.69 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.45 વધી રૂ.218.50 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.90 ઘટી રૂ.711.30 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.8 ઘટી રૂ.1,461.90 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.183ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 35,226 સોદાઓમાં કુલ રૂ.2,610.12 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,054ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,092 અને નીચામાં રૂ.5,012 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.2 ઘટી રૂ.5,032 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.60 ઘટી રૂ.336.50 બોલાઈ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં 1,482 સોદાઓમાં રૂ.200.91 કરોડનાં કામકાજ થયા હતા. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,773ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,889 અને નીચામાં રૂ.17,451 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.301 ઘટી રૂ.17,513ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,141.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1148.90 અને નીચામાં રૂ.1136.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.30 વધી રૂ.1143.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 વધી રૂ.970.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.20 વધી રૂ.25,720 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,147 સોદાઓમાં રૂ.1,575.08 કરોડનાં 3,326.548 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,713 સોદાઓમાં કુલ રૂ.1,923.33 કરોડનાં 296.362 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.199.47 કરોડનાં 9,155 ટન, જસતના વાયદાઓમાં રૂ.299.25 કરોડનાં 12,135 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.950.08 કરોડનાં 13,3550 ટન, નિકલના વાયદાઓમાં રૂ.576.64 કરોડનાં 3,946.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.82.25 કરોડનાં 4,510 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,348 સોદાઓમાં રૂ.942.72 કરોડનાં 18,64,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,878 સોદાઓમાં રૂ.1,667.40 કરોડનાં 4,89,98,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 205 સોદાઓમાં રૂ.16.05 કરોડનાં 6250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 100 સોદાઓમાં રૂ.3.76 કરોડનાં 38.88 ટન, રબરના વાયદાઓમાં 43 સોદાઓમાં રૂ.0.81 કરોડનાં 46 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,134 સોદાઓમાં રૂ.180.29 કરોડનાં 15,850 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,615.524 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 448.535 ટન, એલ્યુમિનિયમમાં 15,900 ટન, જસત વાયદામાં 6,495 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,152.500 ટન, નિકલ વાયદામાં 2,8800 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,745 ટન, ક્રૂડ તેલમાં 4,82,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,53,81,250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 45600 ગાંસડી, મેન્થા તેલમાં 467.64 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 67,580 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,370 સોદાઓમાં રૂ.116.12 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 754 સોદાઓમાં રૂ.61.24 કરોડનાં 858 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 616 સોદાઓમાં રૂ.54.88 કરોડનાં 696 લોટ્સના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,598 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 767 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,307ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,320 અને નીચામાં 14,233ના સ્તરને સ્પર્શી, 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 81 પોઈન્ટ ઘટી 14,244ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,789ના સ્તરે ખૂલી, 85 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 23 પોઈન્ટ ઘટી 15,794ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 32,177 સોદાઓમાં રૂ.2,547.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.271 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17.69 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,258.23 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text