વીજ પોલનું ભરતનાટ્યમ ! લોકો ઉપર જોખમ

- text


માળીયામાં ખીરસરા અને બોડકી ગામ વચ્ચે રોડ પર વીજપોલ ભયજનક હાલતમાં

માળીયા (મી.) : માળિયામાં ખીરસરા અને બોડકી ગામ વચ્ચે રોડ પર આવેલો એક વીજપોલ પડુપડું હાલતમાં ભરતનાટ્યમ કરતો હોય તેવી હાલતમાં મુકાયો છે. આ વીજપોલ ગમે ત્યારે પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

માળીયા મીયાણા તાલુકામાં ખીરસરા ગામ અને બોડકી ગામ વચ્ચે જવાના રસ્તા પર વીજપોલ ભયજનક હાલતમાં જોવા મળી રહ્યો છે. લગભગ છેલ્લા બે દિવસથી જમીનથી ઉખડી વીજપોલ પડી જવા આવ્યો હોવા છતાં પણ વીજ તંત્ર નિંદ્રાધીન હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. અને રીપેરીંગ માટેના કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેના કારણે રોડ પર ચાલતા વાહનચાલકો અને રાહદારીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે તાકીદે વીજપોલના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text