ટેકાના ભાવ મુદ્દે કિશાન સંઘના 8મીએ દેશવ્યાપી ધરણા

- text


ટંકારા : આગામી તા. ૮ સપ્ટેમ્બરના રોજ ભારતીય કિશાન સંઘ દ્વારા ટેકાના ભાવ મુદ્દે દેશ વ્યાપી ધરણા યોજવાનું જાહેર કર્યું છે. એક તરફ કૃષિ કાયદા મામલે દેશના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે તેવા સમયે જ ભાજપ પ્રેરિત કિશાન સંઘ પણ ટેકાના ભાવ મુદ્દે મેદાને આવતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે.

- text

‘કિસાન કો ઉસકી ઉપજ કા લાભકારી મુલ્ય મિલને કી ગેરંટી મિલે’ સૂત્ર સાથે કિશાન સંઘ દ્વારા આગામી ૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ને બુધવારના રોજ ૧૧:૦૦ કલાકે દેશ વ્યાપી ધરણા અનુસંધાને મોરબી નવા સેવાસદન, સો ઓરડી સામે, શોભેશ્વર રોડ ખાતે ધરણા કરવામાં આવશે. તેવું જીલેશભાઇ બી. કાલરીયા ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા દ્વારા જાહેર કરાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text