ટ્રેલર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી ગયુ : એસટી બસનું પડખું ચીરી નાખ્યું

- text


હળવદ-માળીયા હાઇવે ઉપરની ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી

હળવદ : હળવદ-માળીયા હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર ચાલકે ટ્રેલરને ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં હંકારતા સામેથી આવતી એસટી બસનું પડખું ચીરી નાખ્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ એસટી બસમાં થયેલ નુકશાન અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક GJ-12-BX-8265 નંબરના ટ્રેલર ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રેલર હંકારી ડીવાઇડર કુદીને રોંગ સાઇડમા આવી જઇ એસ.ટી બસ નંબર GJ-18-Z-2158ને ડ્રાઇવર સાઇડ સાથે અથડાવી ડ્રાઇવર સાઇડે અડધી સાઈડથી લીસોટા પાડી જોટાનુ બહારનું ટાયર ફોડી નાખેલ તેમજ બે બારીના કાચ તોડી નાખી એસ.ટી.મા અંદાજીત આશરે ૬૦,૦૦૦/- નુ નુકશાન પહોંચાડતા બસ ડ્રાઇવર કુબેરભાઇ દાનાભાઇ સોલંકી (રહે.ગામ મોદરસુંબા, પોસ્ટ-વણીયાદ, તા.મોડાસા, જી.અરવલ્લી)એ ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જો કે અકસ્માત સર્જી ટ્રેલરનો ચાલક પોતાનુ ટ્રેલર છોડી નાશી ગયો હતો. આ ઘટનામાં પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text