નર્મદા કેનાલ ઉપર રેવન્યુ, વીજ તંત્ર, પોલીસ અને સિંચાઇ વિભાગનો સપાટો

- text


માળીયા સુધી પાણી પહોંચાડવા સંયુક્ત ઓપરેશન 

બકનળીના ભુક્કા, અનેક સબમર્શિબલ પમ્પ, દેડકા કબ્જે

હળવદ : મોરબી જિલ્લાના નર્મદા યોજનામાં પાણીચોરીને પાપે માળીયા સુધી પાણી ન પહોંચવાને કારણે આજથી અંતે જિલ્લા કલેકટરે લાલઆંખ કરી પીજીવીસીએલ, નહેર વિભાગ, પોલીસ અને રેવન્યુ ટીમોને મેદાને ઉતારી સયુંકત ઓપરેશન ચાલુ કરતા સવારથી અત્યાર સુધીમાં અનેક બકનળીના ભુક્કા બોલાવી અનેક સબમર્શિબલ પમ્પ, દેડકા કબ્જે કરવામાં આવ્યા છે અને રાઉન્ડ ધ ક્લોક સંયુક્ત પેટ્રોલિંગ ચાલુ રાખવાનું પણ જાહેર કરાયું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં નર્મદા યોજના કેનાલમાં વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રીતે પાણી ઉપાડવામાં આવતું હોવાથી વરસાદ ખેંચવાની સ્થિતિમાં નહેરના છેવાડાના હિસ્સે આવેલ માળીયા પંથકમાં પાણી ન પહોંચતા આજથી ખેડૂતો દ્વારા આંદોલનના મંડાણ થયા છે ત્યારે રહી રહીને તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

વધુમાં નર્મદા કેનાલમાં થતી પાણી ચોરી ડામવા આજથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ વિભાગની સાથે, નર્મદા સિચાઈ યોજના, પીજીવીસીએલ અને પોલીસ ટીમોને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના અને ગેરકાયદે પાણી ઉપાડતા કનેક્શન કાપી નાખવા આદેશ કરાયો છે.

- text

બીજી તરફ આજે સવારથી મેદાનમાં આવી ગયેલા ચારેય વિભાગની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી દઈ આજે સવારથી હળવદ પંથકમાં ચેકીંગ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં અનેક બકનળીના ભુક્કા બોલાવવાની સાથે કેનાલમાં પાણી ચોરી કરવા મુકવામાં આવેલા અનેક સબમર્શિબલ પમ્પ, દેડકા પણ કબ્જે લઇ પાણી ચોરી કરતા તત્વો સામે ફરિયાદો દાખલ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text