ગેસના ભાવ વધતા મોરબીના વોલ ટાઈલ્સ એકમો એક મહિના માટે બંધ

- text


પ્રથમ તબબકે 18×12ની સાઈઝ ઉત્પન્ન કરતા 200થી વધુ ફેકટરીઓ પ્રોડક્શન નહિ કરે 

ટુક સમયમાં મિટિંગ બાદ અન્ય એકમો પણ બંધ કરવા તજવીજ

મોરબી : સીરામીક હબ મોરબીની માઠી દશા ચાલતી હોય તેવી સ્થિતિમાં રો મટીરીયલ બાદ પાઇપલાઇન ગેસના ભાવમાં રૂપિયા પાંચ જેવો તોતિંગ વધારો ઝીકવામાં આવતા ઉદ્યોગકારો હતપ્રભ બન્યા છે અને આગામી એક માસ માટે તમામ વોલટાઇલ્સ કારખાના બંધ રાખવા નિર્ણય કરી માંગ અને પુરવઠાના નિયમ મુજબ પ્રોડક્શન કાપ મુકવા નક્કી કર્યું છે. હાલ તુરત 12×18 સાઈઝ બનાવતા 200 એકમો પ્રોડક્શન બંધ કરશે અને આગામી સમયમાં તમામ વોલટાઇલ્સ એકમો પણ પોતાનું પ્રોડક્શન ઠપ્પ કરી દેશે.

નેચરલ ગેસમાં થયેલા ભાવ વધારાને પગલે ગઈકાલે મોરબી સીરામીક એસોસીએશનના વોલટાઇલ્સ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના વડપણ હેઠળ અગત્યની બેઠક યોજાઇ હતી અને પ્રવર્તમાન સ્થિતિ જોતા તાકીદે કઠોર નિર્ણય લઈ 12×18ની સાઈઝનું ઉત્પાદન કરતા વોલ ટાઇલ્સના તમામ યુનિટ બંધ કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નેનો અને ડબલ ચાર્જ ટાઈલ્સ ઉત્પાદકોએ સ્વૈચ્છીક શટ ડાઉન કરી હાલમાં પ્રોડક્શન સદંતરપણે બંધ કર્યું છે ત્યારે હવે 12×18ની સાઈઝની વોલટાઇલ્સ બનાવતા અંદાજે 200થી વધુ એકમોએ પણ સ્વૈચ્છીક શટ ડાઉન કરતા તહેવાર સમયે જ અનેક લોકોની રોજીરોટીને અસર પહોંચશે.

- text

વધુમાં મોરબી સીરામીક એસોસિએશન વોલટાઇલ્સ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે બજારમાં માંગ અને પુરવઠાના નિયમના અનુકૂલન સાધવા તમામ ફેક્ટરીઓએ પ્રોડક્શન બંધ કરવા નિર્ણય કર્યો છે અને આ એક મહીનામાં તૈયાર પ્રોડક્ટનો નિકાલ થયા બાદ ફરી નવી મુવમેન્ટ આવશે અને મહદ ભાવ વધારો પણ કરવા ઉત્પાદકો વિચારી રહ્યા છે. હાલમાં 12 × 18 સાઈઝના ઉત્પાદકો પોતાનું પ્રોડક્શન બંધ કરે છે અને આવનાર દિવસોમાં અન્ય સાઈઝના વોલટાઇલ્સ યુનિટો પણ બંધ કરવા ટુક સમયમાં મિટિંગ મળશે.

નોંધનીય છે કે નેચરલ ગેસના ભાવ વધતા હાલમાં સીરામીક એકમો ઉપર મહિને દહાડે 100 કરોડથી વધુનો બોજ આવ્યો છે. જે હાલમાં જ થયેલા રો મટીરીયલ, ડીઝલ અને ટ્રક ભાડામાં થયેલા ભાવ વધારા બાદ સહન કરવો ઉદ્યોગો માટે મુશ્કેલ હોવાનું પણ નિલેશભાઈએ ઉમેરી આવનાર દિવસોમાં ગેસ કંપની સાથે એમજીઓ નહિ કરવા પણ સંકેત આપ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text