મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયા, 1 ફરાર

- text


પોલીસે જિલ્લામાં પાંચ સ્થળે જુગાર પર દરોડો પાડી મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી જિલ્લામાં સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે શ્રાવણીયા જુગારની બદી વધુને વધુ વ્યાપક બનતા પોલીસે શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા કડક કાર્યવાહી ચાલુ રાખીને ગઈકાલે મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 27 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી નાસી છુટતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી દાઉદીપ્લોટ શેરીનં.૧ સાબુના કારખાના પાછળ જાહેરમાં જુગાર રમતા મયુરભાઇ મનસુખભાઇ લોરીયા, સાકિરભાઇ રજાકભાઇ બ્લોચ, નિજામભાઇ જુસબભાઇ કટીયા, ઇમરાનભાઇ ઇબ્રાહમિભાઇ ઇમાની, સંજયભાઇ કાળુભાઇ કુંઢીયા, પિન્ટુભાઇ કાળુભાઇ કુંઢીયા, એજાજ ઉર્ફે એજલો નુરમામદભાઇ જામને રોકડા રૂ.૨૦૪૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે લાયન્સનગર રામ પાન વાળી શેરીમાં જાહેર રોડ ઉપર જુગાર રમતા રાજુભાઇ હિતેશભાઇ નાગડ, હરૂભા કનુભા ઝાલા, અરવીંદસિંહ જતુભા જાડેજા, રાહુલભાઇ કમલેશભાઇ જોગીયાણી, હરેશગીરી બળદેવગીરી ગોસ્વામી, નિલેષભાઇ મનસુખભાઇ જોગેલા, કૌશલભાઇ રાયમલભાઇ લાંબરીયા, નિતીનભાઇ મનુભારથી ગોસ્વામી, રેખાબેન હરેશભાઇ ગોસ્વામીને રોકડા રૂ.૩૨૬૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

ત્રીજા દરોડામાં માળીયા (મીં) પોલીસે માળીયાના ખાખારેચી ગામે ઇન્દીરાવાસમાં જુગાર રમતા ભરતભાઇ રવજીભાઇ શંખેસરીયા, વિષ્ણુભાઇ વિઠલભાઇ સુરાણી, ભરતભાઇ વિઠલભાઇ થરેસાને રોકડા રૂપીયા ૨૩૨૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા દરોડામાં હળવદ પોલીસે હળવદ ભવાનીનગર ઢોરો, રેલ્વે પાટાની પાસે, દીવાલની પાછળ જાહેરમા જુગાર રમતા ગોવિંદભાઇ અરજણભાઇ જખાણીયા, સાકીર મકબુલભાઇ દીવાન, અલ્તાફ મુસ્તુફાખાન રાજા, વિમલ રમણીગરભાઇ ઉર્ફે મીથુન ગોસાઇ, બજરંગભાઇ લીલાભાઇ ગોહીલને રોકડા રૂ.૧૦,૧૦૦ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે પાંચમા જુગારના દરોડામાં હળવદ પોલીસે હળવદના રણમલપુર ગામે ચોકડી પાસે જાહેર રોડ પર જુગાર રમતા હરેશભાઇ મોહનભાઇ રાઠોડ, જલારામભાઇ બાજુભાઇ કાકરેશા, મેરુભાઇ અજુભાઇ ખટાણાને રોકડા રૂપિયા ૧૦૭૮૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ રેઇડ દરમિયાન ચોથો આરોપી હીતેશભાઇ બાલાભાઇ નાસી છુટતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text