મેઘરાજાને રીઝવવા ભોળીયાનાથને જળાભિષેક

- text


માળીયાના લક્ષ્મીવાસ ગામના લોકોએ ભગવાન ભોળાનાથ સમક્ષ વરુણદેવને રિઝવવાની પ્રાર્થના કરી

માળીયા : ભર અષાઢ પછી શ્રાવણ પર કોરોધકોડ વીતતા વરસાદ ખેંચવાથી ખેડૂતો સહિત સમગ્ર જનજીવન આકુળ-વ્યાકુળ થઈ ગયું છે. ત્યારે માળીયાના લક્ષ્મીવાસ ગામના લોકોએ મેઘરાજાને રીઝવવા માટે ભગવાન ભોળાનાથ પર જલાભિષેક કર્યું હતું. સમસ્ત ગામલોકોએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરીને વરુણદેવ મન મુકીને વરસી પડે તેવી પ્રાર્થના કરી હતી.

- text

વરસાદ લાંબા સમયથી ખેંચતા ખેડૂતો પર મોટી વિપદા આવી પડી છે. ત્યારે માળીયા (મી.) તાલુકાના લક્ષ્મીવાસ ગામે જૂની પરંપર મુજબ ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે તો શિવજી રિજાયને મન મુકીને વરસાદ વરસાવે એવી માન્યતાને અનુસરીને લક્ષ્મીવાસ ગામે સરપંચ જયદીપભાઈ સંઘાણીની આગેવાની હેઠળ લક્ષ્મીવાસ ગામે આવેલ શિવાલય મંદિરમાં ગામ સ્મસ્ત દ્વારા શિવલિંગનો જલ અભિષેક કરવામાં આવ્યો હતો અને શિવજી વરસાદ વહેલામાં વહેલો વરસાવી ખેડૂતોની મુશ્કેલી દૂર કરે એવી ગ્રામ સમસ્ત પ્રાર્થના કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text