વાંકાનેરમા ગાળો બોલવાની ના પાડતા યુવાનને ધોકાવાળી

- text


વિશિપરા રામપીર મંદિર નજીક બે શખ્સો હુમલો કરી નાસી છૂટ્યા

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડવા મામલે યુવાનને બે શખ્સોએ ધોકા ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વિશિપરા પ્રાથમિક શાળા પાસે રહેતા અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાને આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા સાથે ગઈકાલે ગાળો બોલવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી (૧) શંકર હકાભાઇ જીંજવાડીયા તથા (૨) સંજય નાગજી જીંજવાડીયા રહે.બન્ને વાંકાનેર વીશીપરા વાળાએ ફરિયાદીને માથામાં ધોકો ફટકારી શરીરે આડેધડ ધોકા ફટકારી નાસી છુટતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

વાંકાનેર સીટી પોલીસે ઘટના અંગે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી નાસી છૂટેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text