મોરબી, ટંકારા અને હળવદમાં જુગારના ચાર દરોડામાં 19 શકુની ઝડપાયા

- text


પોલીસે રૂ. 68,100 રોકડા અને રૂ.14 હજારના મોબાઈલ કબ્જે કર્યા

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે ટંકારા, હળવદ અને મોરબીમાં જુગારના ચાર દરોડા પાડી 19 શકુનીઓને રૂ. 68,100 રોકડા અને રૂ.14 હજારના મોબાઈલ સાથે ઝડપી લઈ શ્રાવણીયા જુગાર સામે કાર્યવાહી યથાવત રાખી હતી.

જુગારના પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે મિતાણાથી ધ્રોલિયા ગામ જવાના રસ્તે જુગારનો પાટલો માંડીને બેઠેલા
(૧) કિશોરભાઈ ધનજીભાઈ દેવડા (૨) ચીરાગ મગનભાઈ દેવડા (૩) ચેતનભાઈ સુંદરજીભાઈ દેવડા (૪) ચીરાગ અશોકભાઈ ભાગીયા અને (૫) સૌરભ રમેશભાઈ ભાગીયા રહે. બધા, પ્રભુનગર મીતાણા વાળાઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂપીયા ૨૪,૭૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૦૭ કિ રૂ. ૧૪,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૩૮,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે બીજા દરોડામાં પણ ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી ટાંકારના કોળીવાસમાં જુગાર રમતા (૧) જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરૂભાઈ બાબરીયા (૨) જીગ્નેશભાઈ કારૂભાઈ ઉઘરેજા (૩) વિનોદભાઈ રામજીભાઈ દંતેસરીયા (૪) કેશુભાઈ મગનભાઈ મકવાણા (૫) કમલેશભાઈ બાબુભાઈ ઉઘરેજા અને (૬) પરેશભાઈ વશરામભાઈ દેગામા રહે.તમામ ટંકારા વાળાને રોકડ રૂપીયા ૧૧,૧૦૦ સાથે ઝડપી લઈ જુગાર ધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જુગાર અંગેના ત્રીજા દરોડામાં હળવદ પોલીસે રાતાભેર ગામે મફતીયાપરાના ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧) દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા (૨) રામજીભાઇ શામજીભાઇ ઇંદરીયા (૩) રાહુલભાઇ કાંતીલાલભાઇ સુરેલા (૪) મહાદેવભાઇ ભીમાભાઇ ચારોલા અને (૫) લાલજીભાઇ બચુભાઇ ધામેચાને રોકડા રૂપિયા ૨૧,૭૦૦ સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

જ્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે લીલાપર રોડ જય ભારત ટાઇલ્સ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા (૧) કિશનકુમાર પ્રતાપભાઇ સંઘાર (૨) હરદેવભાઇ ગોપાલભાઇ વઢલેકીયા અને (૩) મનસુખભાઇ અમરશીભાઇ બાબરીયાને રોકડા રૂ. ૧૦,૬૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text