હળવદના કવાડીયા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

- text


કેનાલમાં હાથ-પગ ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતા આ કરુણ ઘટના સર્જાઈ

હળવદ : હળવદના કવાડીયા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જો કે, કેનાલમાં હાથ-પગ ધોતી વખતે અકસ્માતે પગ લપસી જતા આ કરુણ ઘટના સર્જાઈ હતી.

- text

આ કરુણ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દીપકભાઇ માદેવભાઇ ચારોલા (ઉ.વ.૨૮) નું ગઈકાલે તા.૧૫ ના રોજ કવાડીયા ગામની સીમમાં નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ હતભાગી યુવાન કવાડીયા ગામની સીમમાં નર્મદા કેનાલના પાણીમાં હાથ પગ ધોવા જતા પગ લપસી જતા કેનાલમાં પડી ગયો હતો આથી તેનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text